સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

રાજકોટમાં એઈમ્સ ફાળવવાના સરકારના નિર્ણયને જામનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર

જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં સરકાર દ્વારા રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના નિવારણ માટે શ્રેષ્ઠ વિકલ્પ પ્રાપ્ત થશે.

અંદાજીત રૃપિયા ૧રપ૦ કરોડના ખર્ચે ખંઢેરી પાસે એઈમ્સ નિર્માણ કરવાના સરકારના નિર્ણયની જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલે પ્રશંસા કરી. હવે સૌરાષ્ટ્રવાસીઓને કીડનીના, હૃદયના રોગો કે કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે અમદાવાદ કે અન્ય મહાનગરોની સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલો સુધી જવું નહીં પડે અને રાજકોટમાં જ તેમને અદ્યતન સચોટ અને શ્રેષ્ઠ સારવાર લઘુત્તમ ખર્ચમાં મળી રહેશે તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અભિનંદનને પાત્ર ગણાવ્યા હતાં.

આ ઉપરાંત હાલારના સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી ડો. વિનોદભાઈ ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, ચેતનભાઈ કડીવાર, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભઈ બેરા, પૂર્વ ધારાસભ્યો ચિમનભાઈ સાપરિયા, મેઘજીભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, રાઘવજીભાઈ પટેલ, જામનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો સૂર્યકાંતભાઈ મઢવી, ડો. પી.સી. વસોયા, રમેશભાઈ મુંગરા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા વગેરે જિલ્લા ભાજપ અગ્રણીઓ દ્વારા રાજકોટને એઈમ્સ ફાળવવાના કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00