ત્રિજા દિવસે તોગડિયાએ કર્યા પારણાઃ કહ્યું મારી લડાઈ ચાલુ જ રહેશેઃ / બીટકોઈન કેસ મામલે અડાલજ પાસે ક્રાઈમ બ્રાન્ચે પીઆઈ અનંત પટેલની કરી ધરપકડ /

 

ચીનની સારી માંગથી ટકેલો આશાવાદઃ હોંગકોંગ શો સારો ગયો

બેંકીંગ ક્ષેત્રે કૌભાંડોથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ મુશ્કેલીમાં ઃ રિઝર્વ બેંકના આદેશથી અંકુશો લદાતા હીરા બજારમાં તીવ્ર નાણાભીડ

બેંકીંગ ક્ષેત્રે કૌભાંડોથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો છે. રિઝર્વ બેંકના આદેશ મુજબ બેંકો દ્વારા ધિરાણ અંકુશો લદાતાં બજારમાં નાણાભીડ છે. હોંગકોંગ શો પત્યા બાદ ભારતમાં હીરા બજારમાં કામકાજ ધીમા પડ્યાં છે. મોટા સપ્લાયર્સ ભાવ પકડીને બેઠા છે. ડોઝિયર માટે અત્યારે બજાર સારી ગણાય. એક કેરેટ જી.એચ.વી.એસ.એસ.આઈ. હીરાની માંગ ટકેલી છે. સ્ટાર અને મેલેમાં સુધારો છે. હીરાના વ્યવસાયને ધિરાણ આપવામાં બેંકો સાવચેત થઈ ગઈ છે. કડક ધિરાણ અને રફના ઊંચા ભાવને કારણે બજારમાં નાણાંકીય પ્રવાહિતાનો અભાવ છે.

જો કે, વૈશ્વિક બજારોમાં એકંદરે સાનુકૂળ માહોલ છે. ચીનનો એકંદરે દેખાવ આશાસ્પદ છે. જો કે, પ્રમુખ શી-જિનપિંગના અમર્યાદિત શાસનને લઈ બજારમાં અનિશ્ચિતતા છે. સરકારે ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લેવામાં ઢીલું મૂક્યું તેથી ગ્રાહકો સંપત્તિ દર્શાવવા વધુ આત્મવિશ્વાસુ બન્યા છે. ચીની મહિલાઓમાં જાતે ખરીદીનો પ્રવાહ વધતો જાય છે.

ફેન્સી શેપમાં મિશ્ર વલણ હતું. ચોરસ કરતાં કર્વવાળા હીરાની વધુ માંગ હતી. ઓવલ અને માર્કિશ શેપ સારા ચાલે છે. પિયર, કુશન અને એમેરલ્ડ તથા રેડિયન્ટ પણ ચાલે છે. પણ પ્રિન્સેસ નથી ચાલતા. મોટી સાઈઝમાં સારૃં વેંચાણ છે અને ૬ થી ૧૦ કેરેટના સારી ક્વોલિટીના ઓવલ, પિયર અને એમરલ્ડમાં સ્થિર માંગ છે. કોમર્શિયલ ક્વોલિટીના માફકસરના ભાવના ૧ કેરૃટથી નીચેના ફેન્સીની બજારને અમેરિકા ટકાવી રાખે છે. ફાર ઈસ્ટની માંગમાં સતત સુધારો જોવા મળે છે. બેંકોની નાણાકીય સગવડ વધુ સાવચેત બનતા હીરા બજારમાં નાણાભીડ દેખાય છે.

વૈશ્વિક બજારોમાં હીરાની સારી ક્વોલિટીમાં માંગ સારી

વૈશ્વિક બજારોમાં હીરાની સારી ક્વોલિટીમાં માંગ સારી છે. અમેરિકા બજારમાં પુષ્કળ ફેન્સી હીરા ઉપલબ્ધ છે. કુશનમાં સુધારો છે. જ્વેલર્સ સગાઈ અને બ્રાઈડલના કલેકશન ઉપર વધુ ધ્યાન આપે છે. બેલ્જિયમમાં હોંગકોંગ શો દરમિયાન એન્ટ વર્યમાં શાંતિ હતી. અમેરિકા-યુરોપના કેટલાક બાયરો સારો માલ શોધી રહ્યાં છે. વીવીએસ ક્વોલિટીમાં સારી માંગ છે. જીઆઈએ ડોઝિયર માટે ડીલરોની મોટી અને મજબૂત માંગ છે. રફની જોરદાર માંગ છે. અલરોસાનો માલ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

ઈઝરાયલમાં હોંગકોંગમાં સારા વેપાર થયા પછી બજારો હાલ સ્થિર છે. ચીનની રીટેઈલ માંગ ઘટવાને કારણે સપ્લાયરો નિરાશ હતાં. ૧ કેરેટ એફ.એસ., વી.એસ. અને વી.એસ.-ટુ  હીરાની માંગ સારી છે. હાઈ એન્ડ ગુડઝમાં યુરોપનો સારો રસ જોવા મળે છે.

ફેબ્રુઆરી માસ દરમિયાન અલરોસાના વેંચાણમાં ૭પ ટકાનો વધારો થઈ પ૪.૧૯ ડોલરનું વેંચાણ થયું હતું. ચીનના હોલીડેની મજબૂત માંગને કારણે આ વેંચાણ વધ્યું હતું. ડાયમંડ કટીંગ સેન્ટરોએ સ્ટોક ભરવાનું ચાલુ રાખ્યું હતું. ચીની નવા વર્ષમાં જ્વેલરીની સારી માંગને કારણે વેંચાણ સારૃં રહ્યું હતું. જાન્યુઆરી અને ફેબ્રુઆરી લગભગ તમામ સાઈઝના હીરાના ભાવ વધ્યા હતાં. ફેબ્રુઆરી માસમાં રફ હીરાનું વેંચાણ ૩૭ ટકા વધીને પ૩.ર૮ અબજ ડોલર થયું હતું. જ્યારે તૈયાર હીરાનું વેંચાણ રપ ટકા ઘટીને ૯૧ લાખ ડોલર થયું હતું. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કુલ વેંચાણ ૧.૦પ અબજ ડોલર હતું. જેમાં રફના ૧.૦૩ અબજ ડોલર અને તૈયારના ૧.૪૬ ડોલર ઉપજ્યાં હતાં.

અમેરિકામાં રજાની મોસમ ધાર્યા કરતાં સાર ગઈ અને ચીનના વધતા આશાવાદને પગલે તૈયાર હીરાના ભાવ મજબૂત હતાં. બધાનું ધ્યાન હોંગકોંગ શો ઉપર હતું. આ માસ દરમિયાન મોટા ભાગના તૈયાર હીરાના સૂચકાંકો થોડાઘણા વધ્યા હતાં.

હોંગકોંગ શો માં હાજર રહેલા બાયર્સની સંખ્યા ઓછી હોવાથી ડીલર્સ નિરાશ હતાં. પણ એકંદરે ફાર ઈસ્ટમાં સુધારો છે. સેન્ટીમેન્ટ પોઝિટિવ છે. આ શોમાં ચીનના મુલાકાતીઓ ઓછા હતાં કારણ કે, ત્યાં હજુ વેકેશનનો માહોલ છે, પણ ભારત, જાપાન, સિંગાપોર, અમેરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયાના ગ્રાહકો વધુ હતાં. મુલાકાતીઓ સસ્તા ભાવે માલ માંગી રહ્યાં હતાં. પણ ડીલરો ભાવમાં મચક નહોતા આપતાં.

હોંગકોંગ શો માં સાનુકૂળ સેન્ટિમેન્ટ રહ્યાં અને ભલે ઓછા પણ સારા બાયરો શો માં આવ્યા હતાં. જોલરો હજુ ચીની નવા વર્ષમાં વેંચાણનું આકલન કરી રહ્યાં છે. ૩૦ સેન્ટથી ૧ કેરેટના ડી.જે. વીએસ., એસએસઆઈ હીરાની માંગ સ્થિર છે. ફેન્સી કલર પણ સારા વેંચાય છે. હોંગકોંગમાં લકઝરી વેંચાણ જાન્યુઆરી માસ દરમિયાન થયું હતું. ઘડિયાળો અને અન્ય લકઝરી ચીજોના વેંચાણમાં વધારો થયો હતો. અને આ વેંચાણ ૧૦ ટકા વધીને ૧૦૩ અબજ ડોલર થયું હતું.

ફેબ્રુઆરીમાં ડી-બિયર્સની રફની સાઈટ પપ.પ૦ કરોડ ડોલરની હતી. આ માસ દરમિયાન રફનાં કામકાજ જોરદાર હતાં. મુંબઈના એક સાઈટ હોલ્ડરના જણાવ્યા અનુસાર છેલ્લા થોડા મહિનાથી વેપાર સારા છે અને તૈયાર હીરાના ભાવ વધ્યા છે. આના કારણે માઈનિંગ કંપનીઓએ પણ રફ હીરાના ભાવ વધાર્યા છે. ડિબિયર્સે ભાવમાં થોડો વધારો કર્યો હતો. આથી સાઈટ હોલ્ડર્સને મોંઘુ પડ્યું.હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00