ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુક્યોઃ પેવેલીયનની લીધી મુલાકાત / યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામું આપ્યું ! વ્હાઈટ હાઉસની બહાર અખબારોની નકલો થઈ ફરતી / વિશ્વ બેંકના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઈન્દિરા નુયીનું નામ આવ્યું મોખરે / સુપ્રીમે મુંબઈના ડાન્સ બારોને આપી શરતી મંજુરીઃ ડાન્સરો પર નોટ ઉછાળી શકાશે નહીં

 

ચૂંટણીઓની તૈયારીમાં આર્થિક મોરચે નિષ્ક્રિયતાઃ રોકાણકારો, કારોબારીઓએ સાવચેત રહેવુ જરૃરી

વિદેશી ફંડોની લેવાલીથી ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલઃ અમેરિકાના વ્યાજદર વધારવા કે અટકાવવાના સંકેતની પોઝિટિવ અસર પ્રવર્તે છે

ભારતીય શેરબજારોમાં સપ્તાહ દરમ્યાન તેજીનો માહોલ સર્જાયો હતો. વિદેશી ફંડોની લેવાલીથી સપ્તાહના પ્રથમ દિવસથી તેજીની શરૃઆત થઈ હતી. અમેરિકાએ વ્યાજદર વધતા અટકાવવાના સંકેતે સેન્સક્સ પ્રથમ દિવસે ૧૫૫ પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી સ્પોટ ૪૪ પોઈન્ટ વધ્યો હતો. જો કે સપ્તાહના અંતિમ દિવસે જીએસટીમાં અપાયેલી વિવિધ રાહતોને બજારે ડિસ્કાઉન્ટ કરી હતી. સોફ્ટવેર જાયન્ટ કંપની ટીસીએસના ડિસેમ્બર ૨૦૧૮ના પરિણામો નબળા જાહેર થતાં તેની માઠી અસર બજાર પર થઈ હતી. સેન્સેક્સ ૯૭ પોઈન્ટ ઘટી ૩૬૦૧૦ અને નિફ્ટી સ્પોટ ૫૦ પોઈન્ટ ઘટ્યો હતો અને ૧૦૭૯૫ બંધ રહ્યો હતો.

કોર્પોરેટ કંપનીઓના ત્રીજા ત્રિમાસિક પરિણામોની સિઝન શરૃ થઈ છે. ઈન્ફોસીસ અને ટીવીએસના પરિણામો બજારની અપેક્ષા મુજબ નબળા જાહેર થયા છે. ચૂંટણીઓની તૈયારીમાં આર્થિક મોરચે નિષ્ક્રિયતા જણાય છે. અને મંદ પડતી વૃદ્ધિના આંકડા બજારમાં ફંડોનું ઉછાળ ઓફ લોડિંગ વધારશે. બજાર હજુ સ્પષ્ટ દિશા વિનાની ચાલ બતાવી રહ્યું છે. રોકાણકારો અને કારોબારીઓએ નવા રોકાણ માટે સાવચેત રહેવાની જરૃર છે.

રાજકીય ક્ષેત્રે લોકસભાની ચૂંટણી નજીક આવતા કેન્દ્ર સરકારે રાહતોનો દોર જાળવી રાખ્યો છે. આમ છતાં સરકાર સમક્ષ અનેક પડકારો છે. વિપક્ષો દ્વારા આક્રમણ વધ્યું છે. બસપા અને સપાનું ગઠબંધને સરકારને ચિંતામાં મૂકી છે.

આર્થિક ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તદ્દઉપરાંત ક્રુડ ઓઈલનો આંતરરાષ્ટ્રીય ભાવ વધતા ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. ડોલર સામે રૃપિયો પણ નરમ છે. આર્થિક વૃદ્ધિ મંદ પડી છે. જે ચિંતા ઉપજાવે તેવી બાબત છે. મોંઘવારીમાં ઘટાડો થતો નથી. આ બધા નકારાત્મક પરિબળો લોકસભાની ચૂંટણી વખતે સરકારને પડકારૃપ બનશે.

મુંબઈ શેરબજાર તથા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સપ્તાહ દરમ્યાન તેજી આગળ વધી હતી. જો કે અંતિમ દિવસો કોર્પોરેટ કંપનીઓના ડિસેમ્બર આખરના ત્રીજા ત્રિમાસિક પરિણામોની શરૃઆત નબળી થઈ હતી. ટીસીએસ અને ઈન્ફોસીસના પરિણામો નબળા જાહેર થવાથી અંતિમ દિવસે તેજીને બ્રેક લાગી હતી.

સપ્તાહની શરૃઆત વિદેશી ફંડોની લેવાલીથી તેજીથી થઈ હતી. સેન્સેક્સ ૧૫૫ પોઈન્ટ અને નિફ્ટી સ્પોટ ૪૪ પોઈન્ટ વધ્યો હતો. વૈશ્વિક બજારોમાં અમેરિકાના રોજગારીના આંકડા વૃદ્ધિના આવ્યા હતાં. યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જે રામ પોવેલે વ્યાજદરમાં વધારો અટકાવવા તૈયાર હોવાનો સંકેત આપ્યો હતો. તેની પોઝિટિવ અસર થઈ હતી. ભારતીય શેરબજારોમાં તેજી કરી હતી. ક્રુડ ઓઈલનો આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરી વધારો છતાં ફંડોએ બેંકીંગ, આઈટી-સોફ્ટવેર, કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેરોમાં  તેજી કરી હતી.

ઓટો ઉદ્યોગોમાં તહેવારોની સિઝન નબળી જતાં ફંડોની ઉછાળે વેચવાલી હતી. આઈટી શેરોમાં ઈન્ફોસીસ અને ટીસીએસના પરિણામ પૂર્વે લેવાલી હતી. બેંકીંગ શેરોમાં ખાનાખરાબી પૂરી થઈ હવે રિકવરીની અપેક્ષાએ શોર્ટ કવરીંગ હતું. એક તબક્કે સેન્સેક્સ ૩૮૨ પોઈન્ટ ઉછળ્યો હતો.

સપ્તાહના બીજા દિવસે બેકીંગ શેરોની આગેવાની નીચે તેજી આગળ વધી હતી. સેન્સેક્સ ૧૩૧ પોઈન્ટ અને નિફ્ટી સ્પોટ ૩૦ પોઈન્ટ વધ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિશ્ર ટોન હતો. બેકીંગ ક્ષેત્રે એનપીએમાં સુધારો થતાં બેંક શેરો મજબૂત હતાં. પસંદગીના ફાર્મા હેલ્થકેર શેરો અને મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ હતું. જો કે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી હતી. ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા સ્ટીલમાં લેવાલી હતી. ડોલર મોંઘો થતાં અને ક્રુડનો ભાવ ઉંચકાતા ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈ હતી.

ઈન્ડેક્સ બેઝડ શેરોમાં સતત તેજી આગળ વધી હતી. સેન્સેક્સ ૨૩૨ પોઈન્ટ ઉછળ્યો હતો. જો કે ક્રુડ ઓઈલમાં ફરી ભડકો થતાં બ્રેન્ટ ૬૦ ડોલર નજીક પહોંચી ગયો હતો. નાયમેક્ષ ક્રુડે ૫૦ ડોલરની સપાટી કૂદાવી હતી. રૃપિયા સામે ડોલર વધીને રૃા. ૭૦.૪૬ થયો હતો. અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટો સકારાત્મક અભિગમ વચ્ચે પૂરી થયાના સંકેત હતાં. બેંકીંગ ક્ષેત્રે ફંડોનું સતત વેલ્યુબાઈંગ હતું. સ્મોલ, મિડકેપ, મેટલ ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈ હતી.

ક્રુડ ઓઈલમાં ફરી ભડકો થતાં અને ડોલર સામે રૃપિયો નબળો પડતા ઈન્ડેકસ બેઝડ શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. સેન્સેક્સ ૧૦૬ પોઈન્ટ અને નિફ્ટી સ્પોટ ૩૪ પોઈન્ટ ઘટ્યો હતો. શેરોમાં પ્રોફીટ બુકીંગ હતું. ક્રુડ ઓઈલ બ્રેન્ટે ૬૧ ડોલરની સપાટી કૂદાવી હતી. આથી ફંડોની ઉછાળે સાવચેતી હતી. બેંકીંગ અને ઓઈલ-ગેસ શેરોમાં પ્રોફીટ બુકીંગ હતું. જો કે ઓટો, કન્ઝયુમર ડ્યુરે બલ્સ, પાવર કેપીટલ ગુડઝમાં ૫સંદગીની લેવાલી હતી. ઓઈલ-ગેસ શેરોમાં વેંચવાલી હતી.

સપ્તાહના અંતિમ દિવસે જીએસટીમાં અપાયેલી વિવિધ રાહતોને બજારે ડીસ્કાઉન્ટ કરી હતી. સેન્સેક્સ ૯૭ પોઈન્ટ અને નિફટી પ૦ પોઈન્ટ ઘટ્યો હતો. ટીસીએસના ડિસેમ્બર આખરના પરિણામો નબળા જાહેર થયા હતાં. કંપનીનો નેટનફો ૩૦ ટકા ઘટ્યો હતો. તેની માઠી અસર બજાર પર થઈ હતી. ટીસીએસનું પરિણામ જાહેર થયા બાદ ભાવ રૃા. ૪૧ ઘટ્યો હતો, અને ભાવ ૧૮૪ર થયો હતો.

સેન્સેક્સ ૩૬૦૧૦ અને નિફટી સ્પોટ ૧૦૭૯પ બંધ રહ્યાં હતાં. કોર્પોરેટ કંપનીઓના ત્રીજા ત્રિમાસિક પરિણામોની સિઝન શરૃ થઈ છે. જે પરિણામો બજારની દિશા નક્કી કરશે. કેન્દ્રની વર્તમાન સરકાર તા. ૧-ફેબ્રુઆરીએ પોતાનું અંતિમ બજેટ રજૂ કરનાર છે. જેમાં સરકાર ઉદ્યોગો અને પ્રજાને કેટલી રાહતો આપી શકે છે તે જોવાનું છે.હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00