ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુક્યોઃ પેવેલીયનની લીધી મુલાકાત / યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામું આપ્યું ! વ્હાઈટ હાઉસની બહાર અખબારોની નકલો થઈ ફરતી / વિશ્વ બેંકના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઈન્દિરા નુયીનું નામ આવ્યું મોખરે / સુપ્રીમે મુંબઈના ડાન્સ બારોને આપી શરતી મંજુરીઃ ડાન્સરો પર નોટ ઉછાળી શકાશે નહીં

 

ગ્રહ ગોષ્ઠિ

''શુક્ર અને શનિ એક સિક્કાની બે બાજુ''

શુક્ર અને શનિ બંનેનું ગોત્ર એક જ છે. કારણ બન્ને રાસાયણિક રીતે કાર્બનનું જ સ્વરૃપ છે. હીરો અને કોલસો બન્ને કાર્બન અને પૃથ્વીના પેટાળમાંથી ઉપલબ્ધ થતા કિંમતી અને ઉપયોગી પદાર્થ છે.

સૌથી વધારે ડર જાતકને શુક્ર અને શનિ ધારણ કરવામાં લાગે છે કારણ તેની નકારાત્મક હસર માનવ જીવનને સ્પર્શે છે. લગ્નયોગ ઉભો કરવામાં અને લગ્નજીવનને સાર્થક બનાવવામાં પણ બન્નેનો સિંહ ફાળો છે.

શુક્ર પૃથ્વીથી નજીકનો ગ્રહ છે જે સૂર્યથી બે રાશિ જ આગળ-પાછળ હોય. એક રાશિમાં લગભગ એક માસ રહે છે અને રાશિ ચક્ર પૂરૃં કરતા તેને એક વર્ષ થાય છે. શનિ પૃથ્વીથી દૂરનો અને મંદ ગતિનો ગ્રહ છે. વળી સૂર્યથી પાંચમી રાશિથી નવમી રાશિ સુધી વક્રી રહી શકે છે. એક રાશિમાં ૩૦ માસ રહે છે અને રાશિ ચક્ર પૂરૃં કરતા તેને ૩૦ વર્ષ થાય છે. શુક્રની ફક્ત સાતમી દૃષ્ટિ છે જ્યારે શનિની ત્રીજી, સાતમી અને દસમી પૂર્ણ દૃષ્ટિ છે. શનિ જે રાશિમાં સ્થિત હોય તેનો વિકાસ અને દૃષ્ટિ કરે ત્યાં વિનાશ ઉભો કરે છે. શુક્રનું એવુ નથી. બન્ને એક અંશ સુધીમાં હોય તો લગ્નયોગ અને લગ્નજીવનને વિપરીત પરિસ્થિતિમાં મૂકે છે.

શુક્રને મોજશોખ અને ઐશ્વર્ય સાથે સંબંધ છે. જ્યારે શનિને દાસત્વ સાથે સંબંધ છે. દુનિયાનું દરેક પ્રકારનું ઐશ્વર્ય અને મોજશોખ શુક્રના તાબામાં છે. જ્યારે કોઈપણ પ્રકારનું દાસત્વ્ નોકરી કે ધંધો શનિના તાબામાં છે. પરસ્પર બન્નેના ગુણધર્મ અલગ પડે છે. સૂર્ય સાથે બન્ને શત્રુયોગ ઉભો કરે છે. શુક્ર કાર્બનના સકેન્દ્રિક રૃપનું શુદ્ધ સ્વરૃપ છે. શનિ કાર્બનના રૃપનું કાળાશ પડતુ થોડું અશુદ્ધ રૃપ છે. હિરો પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ઉંડે અને નિશ્ચિત જગ્યાએ જ પ્રાપ્ત થાય છે. જ્યારે શનિ સ્ટોનનું એવું નથી. બન્નેની ઉપયોગીતા પણ અલગ પડે છે.

આપણું શરીર પંચમહાભૂત તત્ત્વોનું બનેલું છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. કાર્બન આ પંચમહાભૂત તત્ત્વો માટે ધીમુ ઝેર છે અને એટલે જ શુક્ર અથવા શનિ ધારણ કરતા પહેલાં યોગ્ય માર્ગદર્શકની જરૃર ઉભી થાય છે.

મંગળસૂત્ર સ્ત્રીઓ માટે શુક્ર-શનિ બન્નેની ગરજ સારે છે. સ્ત્રીઓને કાન-નાક-કપાળમાં ઈશ્વરે વિશિષ્ટતા આપી છે. તેથી સ્ત્રીઓ કાન-નાકમાં હીરા પહેરી શકે છે. સિવાય કે કોઈ એલર્જી હોય.

સૂર્યના નક્ષત્રમાં શુક્ર અથવા શનિ આવતા હોય તેવા મત છે. શુક્ર-શનિ કાયમી ધોરણે પહેરી ન શકાય. કારણ સૂર્ય તમારી એનર્જી માટેનું પાવર હાઉસ છે. સિંહ રાશિમાં છઠ્ઠે, આઠમે, બારમે સ્થિત હોય તો પણ શુક્ર-શનિ ધારણ કરવા હિતાવહ નથી.

શુક્ર દુષિત બનતો હોય તો શનિ પહેરી શકાય અને શનિ દુષિત બનતો હોય તો શુક્ર પહેરી શકાય.

શુક્રને તમારા ''ઓજસ'' સાથે અને શનિને ઉદાસિનતા અને પ્રામાણિકતા સાથે સીધો સંબંધ છે. કર્મની અને ફળની અનુકુળતાને ધ્યાનમાં રાખી શુક્ર-શનિ ધારણ કરી શકાય.

સૂર્યને શુક્રના અપલખણો જરા પણ પસંદ નથી. જ્યારે શનિ સૂર્યને માન આપે છે અને સૂર્યના ગુણધર્મને પસંદ કરે છે.

શુક્ર જીવનની ઉત્પતિમાં મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે શનિ જીવને કષ્ટ આપી કર્મ શીખવાડી જીવનું ઘડતર કરે છે.

સીંથેટીક રત્ન ધારણ કરવાથી એટલો લાભ મળતો નથી જેટલો રીયલ પહેરવાથી મળે છે. ઉપરત્ન પણ લાભ આપી શકે છે. જેને કલરથેરેપી સાથે સંબંધ છે.

શુક્ર હંમેશાં પ્લેટીનમ કે સોનામાં પહેરવો જોઈએ. જ્યારે શનિને પંચધાતુમાં પહેરવો સલાહભર્યો છે. શનિ સોનાની ધાતુમાં પહેરવો હિતાવહ નથી. શુક્રને અંજવાળીયાના શુક્રવારે શુક્રની હોરામાં ધારણ કરવો જન્મનો શુક્ર ગોચરયોગમાં શત્રુયોગમાં હોય ત્યારે પણ શુક્ર પહેરવો હિતાવહ નથી. શનિ લગ્ન સ્થાન કે ચોથા સ્થાનમાં ગોચરનો ચાલતો હોય ચંદ્ર સાથે પણ હોય ત્યારે પહેરવો હિતાવહ રહેતો નથી. અંજવાળિયાના શનિવારે બુધની હોરામાં પહેરવો વધારે અનુકુળ છે.

શુક્ર અને શનિ કોઈપણ બુધ અથવા શનિની આંગળીમાં ધારણ કરી શકાય. હીરા (શુક્ર) કે શનિ પગમાં કે કમર ઉપર પહેરવા પણ હિતાવહ નથી.

શુક્ર માટે મોળા શુક્રવાર અને કુળદેવીની ઉપાસના કરવી જરૃરી રહે શનિ માટે અડદ ખાયને શનિવાર ફરાળી વગર કરવા જરૃરી છે. બન્નેના મંત્રજાપ માટે સૂર્યઉદય પહેલાનો સમય અનુકુળ અને ઈચ્છિત ફળ આપનાર છે.

શ્રી રામભગવાનને શનિની સેવા પસંદ છે અને શ્રીરામના આરાધ્યદેવ મહાદેવજી છે. તેથી મહાદેવજીના મંદિર શિવજીને જળ સાથે કાળા તલનો અભિષેક પણ શનિની હેરાનગતિ ઓછી કરે છે. મહાદેવજીને શુક્રવારે ખડી સાકર ધરવાથી અને જળમાં પધરાવવાથી શુક્ર પણ મજબૂત બને છે.

''અસૂલો સે ટકરાના જરૃર હૈ ઈન્સાન જિંદા હો તો જિંદા નજર આના જરૃરી હૈ''

 

ફળકથનની ભાષામાં કહીએ તો શુક્ર અને શનિ એક જ ગોત્રના છે. શુક્ર કાર્બનનું સંકેન્દ્રિત ચળકતુ અને સખત રૃપ છે.

આપણુ શરીર પંચમહાભૂતનું બનેલું છે અને કાર્બન તેને ડીસ્ટર્બ કરે છે તેથી જ શુક્ર-શનિ ધારણ કરતા પહેલાં ટેસ્ટ ડોઝ લેવો જરૃરી

શુક્ર અને શનિ બન્નેના લક્ષણો જેવા કે આડંબર અને મંદગતિ સૂર્યને પસંદ નથી તેથી સૂર્ય સાથે બન્ને શત્રુયોગ કરે છે

''મંગળસૂત્ર'' સ્ત્રીઓ માટે શુક્ર-શનિ બન્નેની ગરજ સારે છે તેમજ કાન નાકમાં હીરા પહેરવાથી લગ્નજીવન તંદુરસ્ત રહે છે. પગમાં કે કમરમાં પહેરવા નહીં

સૂર્યની આંગળી અનામિકામાં શુક્ર પહેરવો હિતાવહ નથી. શુક્ર દુષિત બનતા શનિ પહેરવો અને શનિ દુષિત બનતા શુક્ર પહેરવાથી કર્મની ગતિ સિદ્ધિ થાય છે

શુક્રને જીવની ઉત્પતિ સાથે સંબંધ છે. જ્યારે શનિને જીવના વિનાશ સાથે સંબંધ છે. શુક્ર ચણતર આપે છે તો શનિ ઘડતર આપે છેહવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00