વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ની આગેવાનીમાં વોર્ડ નં. ૬ માં યોજાયો લોકદરબાર

જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં જામનગર ૭૮-ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ની આગેવાનીમાં નગરના વોર્ડ નં. ૬ માં આવેલ પ્રજાપતિની વાડીમાં લોકદરબાર તથા ડસ્ટબીન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા પોતાની ગ્રાન્ટમાંથી નગરના દરેક વોર્ડમાં ડસ્ટબીન વિતરણનો સંકલ્પ કર્યો છે.. જે અંતર્ગત વોર્ડ નં. ૬ માં યોજાયેલ લોકદરબારમાં સ્થાનિકોને ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા સહિત સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

લોકદરબારમાં સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણનો વાયદો કરી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વર્ષ દરમિયાન વોર્ડ નં. ૬ માં થયેલ કુલ પ૩.૬૪ લાખના વિકાસ કાર્યોનો અહેવાલ પ્રસ્તુત કરી આગામી વિકાસ કાર્યોની ઘોષણા કરી હતી. મેયર હસમુખભાઈ જેઠવાએ પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના લોકસંવાદ યોજવાના તેમજ ડસ્ટબીન વિતરણના પ્રજાલક્ષી તથા કલ્યાણલક્ષી અભિગમની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર કમલાસિંહ રાજપૂત, આલાભાઈ રબારી, જાંજીબેન ડેર, રમાબેન ચાવડા, પ્રકાશભાઈ બાંભણીયા, બાબુભાઈ ચાવડા, નરેશભાઈ ધવલ, રાજપાલ ગઢવી, જીવાભાઈ કનારા, યતીનભાઈ પંડ્યા, દિલીપસિંહ શેખાવત, અનિરૃદ્ધસિંહ ઝાલ, વિપુલભાઈ ધવળ, રાજેશસિંહ, પ્રમોદસિંહ રાજપૂત, યુવરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, મનોજભાઈ પરમાર, મદનસિંહ શેખાવત, મહિલા મોરચાના કોષાધ્યક્ષ પ્રજ્ઞાબા ચંદુભા સોઢ, વનિતાબેન દેસાણી, અરૃણાબા જાડેજા, વર્ષાબેન, હંસાબેન ત્રિવેદી, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, યોગેશભાઈ લીંબડ વિગેરે આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00