મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠક માટે ર૩-એપ્રિલે મતદાનઃ ર૩-મે ના મત ગણતરી

જામનગર તા. ૧પઃ કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાના રાજીનામાંથી ખાલી થયેલી જામનગર (ગ્રામ્ય) ની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે.

૭૭-જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે. જે મુજબ લોકસભાની સાથે ર૩-એપ્રિલે જ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થશે. કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ પક્ષપલ્ટો કરી રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

જાહેરનામા મુજબ ર૮-માર્ચે ઉમેદવારીપત્ર ભરવાનું શરૃ થશે અને પ-એપ્રિલે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ રાખી છે. ૮-એપ્રિલે ઉમેદવારીપત્ર પરત ખેંચવા ની અંતિમ તારીખ જાહેર કરાઈ છે. જ્યારે ર૩-મે ના પેટા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે.

લોકસભની ચૂંટણી સાથે જ આ પેટાચૂંટણી જાહેર થતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે, અને જામનગર (ગ્રામ્ય) ના ભાજપ-કોંગ્રેસના સંભવિત ઉમેદવારો અંગે અટકળો તેજ થઈ ગઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription