સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાનઃ ઈવીએમ મશીનોનો નિર્દેશન

જામનગર તા. ૧૮ઃ ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો દેવભૂમિ દ્વારકા ગત ધારાસભા લોકસભા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીમાં સમગ્ર રાજ્યમાં ૬૦ ટકાથી ઓછું મતદાન થયું હતું. નવા નિમાયેલા જિલ્લ કલેક્ટર નરેન્દ્રકુમાર મીના તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉંઘાડ દ્વારા આ માટે મતદાન ટકાવારીમાં વધારો કરવા પ્રયાસો હાથ ધર્યા છે.

દેવભૂમિ જિલ્લાની દરેક માધ્યમિક અને ઉ.મા. શાળાઓ તથા કોલેજોમાં મતદાર સાક્ષરતા ક્લબની સ્થાપના કરવામાં આવી છે. છાત્રો દ્વારા મતદાર જાગૃતિ માટે રેલી, સ્પર્ધા, મુલાકાતો અને પ્રચાર સાહિત્યના દ્વારા માર્ગદર્શન શરૃ કરાયું છે. કોલેજોમાં નવા મતદારોને નોંધવાની કામગીરી પણ શરૃ કરાઈ છે.

મતદાર જાગૃતિ રથ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારોની જાગૃતતા માટે જાણકારીના સાહિત્ય સાથે મતદાર રથ ખંભાળીયા, કલ્યાણપુર,  દ્વારકા તથા ભાણવડ તાલુકામાં રોજ ગામડે-ગામડે ફરી રહ્યો  છે. આગામી લોકસભાની ચૂંટણી સુધીમાં પ્રત્યેક ગામની બે-બે વખત મુલાકાત લેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક તાલુકામાં શરૃ કરાયેલ જનસેવા કેન્દ્રોમાં ઈવીએમ વી.વી.પેટ મશીનનો ડેમો પણ શરૃ કરાયો છે. જેમાં મતદાર પોતે મત કઈ રીતે આપી શકે તેનું ડેમો કરવામાં આવે છે. દેવભૂમિ જિલ્લાના જાહેર સ્થળો જેમકે, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો, હોસ્પિટલો, દ્વારકા જગત મંદિર વિગેરે સ્થળે પણ મતદાર જાગૃતિ માટેની જાહેરાતો તથા વખતોવખત કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેક્ટરની અપીલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાએ રાજ્યમાં મતદાનની ટકાવારીમાં સૌથી નિમ્ન સ્તરો હોય જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ દ્વારકાના મતદારોને મતદાન માટે જાગૃતતા લાવવા અપીલ કરી છે. ચૂંટણીમાં એક એક મતનું મૂલ્ય હોય મતદારોને તેમના મતનો ઉપયોગ કરવા હાકલ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription