જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગૌરવ દિન નિમિત્તે આજે કાર સેવકોને શ્રદ્ધાંજલિ તથા મહાસંમેલન યોજાશે

જામનગર તા. ૬ઃ જામનગરમાં આજે ગૌરવદિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાત્રે નવ વાગ્યે પંચેશ્વર ટાવર પાસે હેમેશ્વર મહાદેવના મંદિરમાં મહાસંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં શહીદ કારસેવકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે તેમજ જામનગરથી અયોધ્યા ગયેલા કારસેવકો તેમના અનુભવોનું વર્ણન કરશે.

આ ઉપરાંત જામનગરમાં આગામી તા. ૧૬/૧ર ના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર ધર્મસભા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નગરના વિવિધ જ્ઞાતિ મંડળો, રાસ મંડળો, ગણેશ પંડાલના આગેવાનોને ઉપસ્થિત રહેવા વિ.હિ.પ.ના પ્રમુખ ભરતભાઈ ફલિયાએ અનુરોધ કર્યો છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ધર્મસભાના કન્વિનર ધર્મેશભાઈ ગોંડલિયા, વિશાલભાઈ ખખ્ખર, સુરેશભાઈ ગોંડલિયા, વિશાલભાઈ જોષી, જીતુભાઈ ઝાલા, રાજુભાઈ વ્યાસ, વૃજલાલ પાઠક વગેરે વિ.હિ.પ. તથા બજરંગ દળના કાર્યકરો જહેમત ઊઠાવી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription