આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

નગરની વંડાફળીમાં વિપ્ર પરિણીતાએ ઝેરી દવા પી લઈ વ્હોરી આત્મહત્યા

જામનગર તા.૬ ઃ જામનગરની વંડાફળીમાં આવેલા ઓમ્ નામના મકાનમાં રહેતા એક રાજગોર બ્રાહ્મણ પરિણીતાએ ગઈકાલે અકળ કારણસર આત્મહત્યા કરી લેવાનો નિર્ણય કરી ઝેરી દવા પી લીધા પછી તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

જામનગરના વંડાફળી વિસ્તારમાં આવેલા ઓમ્ નામના મકાનમાં વસવાટ કરતા ધ્રુવલભાઈ ભરતભાઈ કેવલિયાના પત્ની નિષ્માબેન (ઉ.વ.ર૮)એ ગઈકાલે બપોરે બારેક વાગ્યાથી અઢી વાગ્યાના સમય દરમ્યાન પોતાના ઓરડામાં જઈ કોઈ અગમ્ય કારણસર મરી જવાનો કઠોર નિર્ણય કર્યા પછી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ બાબતની તેમના પરિવારને જાણ થતા નિષ્માબેનને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આ રાજગોર બ્રાહ્મણ પરિણીતાનું સાંજે મૃત્યુ નિપજ્યું હતું. પતિ ધ્રુવલભાઈ કેવલિયાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આ પરિણીતાની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે અને તેણીનો લગ્નગાળો સાત વર્ષ કરતા ઓછો હોય, તેણીના મૃત્યુની જાણ ડીવાયએસપીને કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00