ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

બેડ તથા સોયલ ટોલનાકા પરથી પસાર થતા વાહનો જોગ જાહેરનામું

જામનગર તા. ૧પઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા, જામનગરને મળેલ સત્તાની રૃએ હુકમ કરેલ છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલ ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્ષ ચૂકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારશ્રીએ નક્કી કરેલ ટોલટેક્ષ ચૂકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકું પસાર કરવું.

વિશેષમાં ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલ જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ પસાર થઈ શકે તેવો કોઈ બાયપાસ રસ્તો વાહનચાલકોને પૂરો પાડવા પર તા. ૮.૬.ર૦૧૯ સુધી પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર  અને જાહેરનામાઓથી જે વાહનોને ટોલટેક્ષ ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાની જોગવાઈ લાગુ પડશે નહિં તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription