મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

'વાયુ' વાવાઝોડું મુંબઈના દરિયા તટેથી ૩૦૦ કિ.મી. દૂરઃ ભારે વરસાદની શક્યતા

મુંબઈ તા. ૧રઃ 'વાયુ' વાવાઝોડું મુંબઈ કોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યું છે, અને ૩૦૦ કિ.મી. દૂર છે. આ વાવાઝોડાની મુંબઈમાં બહુ મોટી અસર નહીં થાય, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જો કે તંત્રોને એલર્ટ પર રખાયા છે.

'વાયુ' વાવાઝોડું મુંબઈ કોસ્ટની પાસેથી પસાર થઈ રહ્યું છે, જો કે કોઈ મોટી અસર મુંબઈના તટિય વિસ્તારમાં જોવા મળશે નહીં, જો કે વાવાઝોડાને લઈને ભારે વરસાદની શક્યતા છે. મુંબઈ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ 'વાયુ' વાવાઝોડું મુંબઈના કોસ્ટથી ૩૦૦ કિ.મી. દૂર છે. જ્યારે તે નજીકથી પસાર થશે ત્યારે મુંબઈ, કોંકણ, ઠાણે અને પાલઘર વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

હાલમાં આ વાવાઝોડાની ગતિ ૧૩પ કિ.મી. છે, જો કે જલ્દી જ તે ૧પ૦ ની ઉપર પણ થઈ શકે છે, જો કે વાવાઝોડાને લઈને મુંબઈ સહિતના વિસ્તારમાં તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. 'વાયુ' વાવાઝોડાની અસર સૌથી વધુ ગુજરાતના દરિયાકિનારે જોવા મળશે, જો કે દરિયામાં વાવાઝોડાની ગતિમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વાવાઝોડું વધુ રૌદ્ર બને તેવી પણ શક્યતા  છે.

બીજી તરફ ગોવામાં પણ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ગોવાનો રમણિય દરિયાકાંઠો દેશ-વિદેશના અનેક પ્રવાસીઓમાં પ્રખ્યાત છે અને અનેક સહેલાણીઓ ગોવાના બીચની મુલાકાત લેતા હોય છે. ત્યારે વહીવટી તંત્રએ દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે. સાથે જ સહેલાણીઓએ પણ સાવચેત રહેવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription