મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની મહિલાઓના ખાતામાં જમા થશે વાર્ષિક રૃા. ૭૨ હજારઃ કોંગ્રેસ

નવી દિલ્હી તા. ર૬ઃ ગઈકાલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેર કરેલી 'ન્યાય' યોજના અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એવો ખુલાસો કર્યો છે કે, ગરીબીની રેખા હેઠળ જીવતા પરિવારોની માત્ર મહિલાઓના ખાતામાં જ વાર્ષિક રૃા. ૭ર,૦૦૦ ની મર્યાદામાં મળવાપાત્ર રકમ જમા થશે.

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તે વધારે રસપ્રદ થઈ રહી છે. રાજકીય પક્ષો જીત મેળવવા માટે દરેક પ્રકારની રાજકીય રમત રમી રહ્યા છે. આ દરમિયાન બીજેપીને ટક્કર આપવા કોંગ્રેસે પણ વાયદો કર્યો છે કે, જો તેમની કોંગ્રેસ સરકાર બનશે તો દેશની ર૦ ટકા ગરીબ જનતાને મહત્તમ વાર્ષિક રૃા. ૭ર,૦૦૦ આપવામાં આવશે. કોંગ્રેસની આ ન્યાય યોજના અંતર્ગત આજે પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક નવો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ગરીબી રેખા નીચેના પરિવારમાં આ રકમ મહિલાઓના ખાતામાં જ જમા કરવામાં આવશે.

રણદીપ સુરજેવાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, આ યોજના અંતર્ગત દેશના સૌથી ગરીબ પાંચ કરોડ પરિવારના રપ કરોડ લોકોને ફાયદો મળશે. તેમણે જણાવ્યું કે, આ ટોપ અપ સ્કીમ નથી. આ યોજના અંતર્ગત માત્ર મહિલાઓના ખાતામાં જ વાર્ષિક રૃા. ૭ર,૦૦૦ ની મર્યાદામાં મળવાપાત્ર રકમ જમા કરવામાં આવશે. તે ઉપરાંત આ સ્કીમનો લાભ શહેર અને ગામડાના બધા લોકો સુધી પહોંચાડવામાં આવશે.

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, કોંગ્રેસ  સરકારે પહેલા પણ ગરીબીને ઓછું કરવાનું કામ કર્યું છે. અત્યારે દેશમાં જે રર ટકા ગરીબી છે તે પણ આ યોજનાથી ખતમ થઈ જશે. તેમણે  આ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહાર કરીને તેમને પાખંડી પણ ગણાવ્યા છે. સુરજેવાલાએ કહ્યું છે કે, બીજેપી આજે આ સ્કીમનો વિરોધ કરી રહી છે. પાખંડી મોદી અમીરોના દેવા તો માફ કરી રહ્યા છે, પરંતુ ગરીબોને ફાયદો થતી સ્કીમનો વિરોધ કરી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription