ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

તાજીયા ગેંગનો સાગરીત બે પિસ્તોલ, બે તમંચા, એકવીસ જીવંત કારતૂસ સાથે ઝબ્બે

જામનગર તા. ૧૫ઃ જામનગરના ગુલાબનગર પાસેથી એલસીબીએ પૂર્વ બાતમીના આધારે કુખ્યાત તાજીયા ગેંગના સાગરીતને બે પિસ્તોલ, બે તમંચા તથા એકવીસ જીવંત કારતૂસ સાથે પકડી પાડ્યો છે.

જામનગરમાં એલસીબી દ્વારા જ્યારે લોકસભાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં રહે તે માટે ઘનિષ્ઠ પેટ્રોલીંગ શરૃ કરવામાં આવ્યું છે. જેમાં એલસીબી સ્ટાફની જુદી જુદી ટુકડીઓ અલગ અલગ વિસ્તારોમાં વોચ રાખી રહી છે તે દરમ્યાન સ્ટાફના ભગીરથસિંહ, હરદીપ ધાધલ, પ્રતાપ ખાચર, અજયસિંહ ઝાલાને બાતમી મળી હતી કે કુખ્યાત તાજીયા ગેંગનો સદસ્ય હથિયાર સાથે જામનગર આવી રહ્યો છે.

આ બાતમીથી પીઆઈ ડોડીયાને વાકેફ કરાયા પછી ગુલાબનગર પાસે ગોઠવાયેલી વોચમાં ત્યાંથી નીકળેલી જીજે-૩-એચકે-૫૮૦૨ નંબરની અલ્ટો મોટરને આંતરી એલસીબીએ તાલસી લેતા તેમાંથી તાજીયા ગેંગનો સાગરીત અને રાજકોટનો રહેવાસી વસીમ આમદ સુમરા ઉર્ફે છોટીયો મળી આવ્યો હતો. આ મોટરની તલાસી લેવાતા વસીમના કબજામાંથી બે પિસ્તોલ, બે તમંચા, ૨૧ જીવંત કારતૂસ મળી આવ્યા હતાં. એલસીબીએ ઉપરોક્ત મુદ્દામાલ તથા મોટર મળી કુલ રૃા. ૩,૩૨,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ઘનિષ્ઠ પુછપરછ શરૃ કરી છે.

ઉપરોક્ત આરોપીએ આ હથિયાર તાજીયા ગેગના જ રાધનપુરવાળા સાગરીત કનુ ભીલ પાસેથી લીધું હોવાની કબૂલાત આપી છે. છોટીયા સામે વર્ષ ૨૦૧૮ના જાન્યુઆરી મહિનામાં જોડીયાના પડાણા ગામમાંથી ઝડપાયેલી ૫૨૫ પેટી શરાબનો એક કેસ પણ નોંધાયો છે જેમાં આ આરોપી નાસતો ફરતો હતો તે ઉપરાંત છોટીયાએ તાજીયા ગેંગમાં રહી આંગળીયા લૂંટ, ધાડ પાડ્યા છે અને જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી જિલ્લામાં તેની સામે હથિયારધારા ભંગના ગુન્હા નોંધાયા છે. આ શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૃ કરાઈ છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજિયા, સ્ટાફના જયુભા ઝાલા, બશીરભાઈ, લક્ષ્મણ ભાટિયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલાવડિયા, ફિરોઝ દલ, ખીમભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, મિતેશ પટેલ, ભગીરથસિંહ, હરદીપ ધાધલ, સંજયસિંહ વાળા, નિર્મળસિંહ બી. જાડેજા, વનરાજ મકવાણા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, હીરેન વરણવા, પ્રતાપ ખાચર, સુરેશ માલકિયા, અજયસિંહ ઝાલા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, ભારતીબેન ડાંગર સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription