આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

નવાગામ ઘેડમાંથી બે વર્લીબાજ ઝડપાયા

જામનગર તા.૬ ઃ જામનગરના નવાગામ ઘેડમાંથી ગઈકાલે એલસીબીએ બે શખ્સોને વર્લી-મટકાનો જુગાર રમાડતા પકડી પાડી રૃા.અડધા લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલા હનુમાન ચોકમાં ગઈકાલે સાંજે બે શખ્સો જાહેરમાં ઉભા રહી વર્લી-મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી પરથી એલસીબીનો કાફલો ધસી ગયો હતો. આ સ્થળેથી એલસીબીએ ત્યાં જ રહેતા નરેન્દ્રસિંહ રવુભા રાયજાદા ઉર્ફે ડીંગો તથા પ્રદીપ કાનજીભાઈ રાઠોડ ઉર્ફે ચંગુ નામના બે શખ્સોને પકડી પાડી તેઓની તલાશી લેવાતા તેમના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૃા.૯૦૧૦ રોકડા, બે મોબાઈલ અને એક્ટિવા સ્કૂટર મળી આવ્યા હતા. બન્ને સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00