જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

કાલાવડ તથા સલાયામાં જુગારના બે દરોડાઃ નવ શખ્સો ઝડપાયા

જામનગર તા. ૧૫ઃ કાલાવડ તેમજ સલાયામાં ગઈકાલે પોલીસે પૂર્વબાતમીના આધારે બે દરોડા પાડી નવ શખ્સોને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે જ્યારે નગરમાંથી ચાર શખ્સો ચલણી સિક્કો ઉછાળી પૈસાની હારજીત કરતા ઝડપાયા છે.

કાલાવડના કુંભનાથપરામાં ગઈકાલે રાત્રે જાહેરમાં તીનપત્તી રમી રહેલા વસીમ કાસમ નોયડા, જુમ્મા કાસમ સંધી, લખમણભાઈ પ્રેમજીભાઈ પટેલ, મામદભાઈ અલ્લારખા થય્યમ નામના ચાર શખ્સોને પોલીસે પકડી પાડી પટ્ટમાંથી રૃા. ૮૫૮૦ રોકડા, ત્રણ મોબાઈલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગરના જુના રેલવે સ્ટેશન નજીકના ભીમવાસની શેરી નં. ૨માં ગઈરાત્રે જાહેરમાં ચલણી સિક્કો ઉછાળી પૈસાની હારજીત કરી રહેલા ભાવેશ દેવજીભાઈ ધુલીયા, કિશોર ભીમજીભાઈ સુવા, મહેશ મનજીભાઈ રાઠોડ, નરેન્દ્ર મનજીભાઈ વાઘેલા નામના ચાર શખ્સોની પોલીસે પકડી પાડી રૃા. ૧૧,૧૯૧ ઝબ્બે લીધા છે.

ખંભાળીયા તાલુકાના સલાયામાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા નઝીર ઈસ્માઈલ સંઘા, ઈસ્માઈલ તાલબ ભાયા, હસન સાલેમામદ ગંધાર, આદમ તાલબ સંઘાર તથા દાઉદ અબ્દુલ ચમડીયા નામના પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રૃા. ૨૧૪૦ કબજે કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription