૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

ઓખાના દરિયામાં ટાપુ પાસેથી પચ્ચીસ ખલાસી સાથેની બે બોટ મળી આવી

ઓખા તા.૬ ઃ ઓખાના દરિયામાં આવેલા એક ટાપુ પાસેથી ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં રહેલી ઓખા મરીન પોલીસે શંકાસ્પદ લાગતી બે બોટને આંતરી ઓખા બંદરે લાવ્યા પછી તેના પચ્ચીસ ખલાસીઓની પૂછપરછ કરી હતી જેના અંતે કંઈ શંકાસ્પદ નહીં લાગતા બન્ને બોટને જવા દેવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના બંદર નજીકના સમયાણી ટાપુ પાસેથી દરિયામાં વહી જતી બે બોટ પેટ્રોલિંગમાં રહેલા ઓખા મરીન પોલીસના ધ્યાનમાં આવ્યું હતું આથી ધ ડિવાઈન અને બેથલા હેમ નામની આ બન્ને બોટોને ઘેરી પોલીસે તેને ઓખા બંદર તરફ હંકારી હતી.

ઓખા લાવવામાં આવેલી બન્ને બોટની તલાશી લેવાતા તે બન્ને બોટ તામિલનાડુની હોવાનું અને તેમાં પચ્ચીસ વ્યક્તિઓ હાજર હોવાનું જણાઈ આવતા ઓખા મરીન પોલીસે આ વ્યક્તિઓને પોલીસ સ્ટેશન ખસેડી જુદી જુદી સુરક્ષા એજન્સીઓને તેની વિગતો પાઠવી હતી.

ત્યાર પછી તમામ ખલાસીઓની પૂછપરછ કરવામાં આવતા બન્ને બોટ તામિલનાડુથી માછીમારી માટે રવાના થયા પછી ઓખા તરફ ચઢી આવી હોવાનું બહાર આવ્યું છે તેમ છતાં પોલીસે તમામ ખલાસીઓની ઘનિષ્ઠ પૂછપરછ યથાવત રાખી બન્ને બોટની તલાશી લેતા તેમાંથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી. પોલીસની સાથે કોસ્ટગાર્ડ પણ પૂછપરછમાં જોડાયું હતું જેમાં ખલાસીઓએ પોતાની પાસે રહેલો માછલીઓનો જથ્થો વેચવા તેઓ ઓખા બંદર તરફ આવતા હોવાનું ઉમેર્યું હતું. જો કે, આ બન્ને બોટોએ કાયદા મુજબ પોતાના આગમનની જાણ કરવાની થતી હતી, પરંતુ કોઈ કારણથી જાણ કરી ન હોય અને તેઓના આગમનની હિલચાલ ઓખા મરીન પોલીસની નજરે ચડી જતાં તેઓને ઓખા બંદરે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળતા તેની તમામ વિગતો, નિવેદનો નોંધ્યા પછી બોટને જવા દેવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00