વાલાસણ-ધ્રાફા રોડ પર બે બાઈક ટકરાયાઃ એકનું મૃત્યુ

જામનગર તા. ૧૪ઃ જામજોધપુરના વાલાસણ-ધ્રાફા રોડ પર ગઈકાલે બે બાઈક ટકરાતા જીણાવારી ગામના એક પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું છે.

જામજોધપુર તાલુકાના જીણાવારી ગામના ધનજીભાઈ નામના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના સંબંધી માલદેભાઈ રાજાભાઈ કદાવલા સાથે વાલાસણ ગામથી ધ્રાફા તરફ જવા માટે જીજે-૧૦-ડીસી-૬૪૦ નંબરના મોટરસાયકલ પર નીકળ્યા હતાં. આ મોટરસાયકલને સામેથી પૂરઝડપે ધસી આવેલા જીજે-૧૦-બીએન-૭૭૫૨ નંબરના બાઈકે ઠોકર મારી હતી.

આ અકસ્માતમાં રોડ પર જોશભેર પછડાયેલા ધનજીભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે પાછળ બેસેલા માલદેભાઈ રાજાભાઈને છોલછાલ થઈ હતી. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી જ્યાં ધનજીભાઈનું મૃત્યુ નિપજ્યું છે.પોલીસે માલદેભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription