કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

કુતીયાણા ધોરીમાર્ગ પર હત્યા નિપજાવી મોટરમાં નાસી છુટેલા બે આરોપીઓ જામજોધપુર પાસેથી પકડાયા

જામનગર તા. ૨૬ઃ જામજોધપુર પોલીસના ગઈકાલે પોરબંદરની કુતીયાણા પોલીસે તેમના વિસ્તારમાં બાઈક સાથે મોટર અથડાયા પછી મોટરમાંથી ઉતરેલા બે શખ્સોએ બાઈકચાલકની હત્યા નિપજાવી મોટરને જામજોધપુર તરફ મારી મૂકી હોવાનો મેસેજ આપતા જામજોધપુર પોલીસે વોચ ગોઠવી તે મોટર સાથે બંને શખ્સોને અટકાયતમાં લઈ કુતીયાણા પોલીસને જાણ કરી છે.

જામજોધપુર પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ તથા એએસપી સંદીપ ચૌધરીની સૂચનાના પગલે આગામી લોકસભાની ચૂંટણીઓના અનુસંધાને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ પર સતર્ક નજર રાખવા માટે પેટ્રોલીંગ શરૃ કરવામાં આવ્યું છે. તે દરમ્યાન ગઈકાલે પોરબંદર જિલ્લાના કુતીયાણા પોલીસ સ્ટેશન દ્વારા મેસેજ પાઠવવામાં આવ્યો હતો કે કુતીયાણા ધોરીમાર્ગ પરથી ધસી આવતી એક મોટરમાં હત્યાના ગુન્હાના કેટલાક આરોપીઓ છે.

આ મેસેજમાં જણાવવામાં આવ્યા મુજબ કુતીયાણા ધોરીમાર્ગ પર બાલોથ ગામના પાટીયા નજીક એક મોટર સાયકલ સાથે જીજે-૧૫-પીપી-૮૨૧૯ નંબરની મોટર અથડાયા પછી ફંગોળાઈ ગયેલા મોટરસાયકાલ ચાલકને મોટરમાંથી ઉતરેલા શખ્સોએ બેફામ માર મારી મોતની ઘાટ ઉતારી દીધો છે અને તે પછી મોટર જામજોધપુર તરફ નાસી છુટી છે.

ઉપરોક્ત વિગતો મળતા ઈન્ચાર્જ પીઆઈ જે.કે. મોરી, પીએસઆઈ એ.ડી. વાળા, પ્રોબે. પીએસઆઈ કે.વી. ઝાલા, સ્ટાફના પ્રણવભાઈ વસરા, પુષ્પરાજસિંહ જાડેજા વિગેરેએ પાટણ ગામની ગોળાઈમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન ઉપરોક્ત નંબરવાળી સફેદ રંગની આઈ-૧૦ મોટર જોવા મળતા પોલીસે તેને રોકાવી તેમાં જઈ રહેલા પોરબંદરના વિરમ મેપાભાઈ વણકર, મનસુખભાઈ મુળજીભાઈ સીંગરખીયા નામના બે શખ્સોની અટકાયત કરી તેમના કબજામાંથી હત્યામાં વપરાયેલો પાવડાનો હાથો, સળીયો, લોખંડની ડાંગ તથા મોટર કબજે કરી કુતીયાણા પોલીસને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription