ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જોડીયા, બાદનપર, ભાદરા પાસેથી રેતી ચોરી ઝડપી લેતી પોલીસઃ સાત વાહન ડિટેઈન

જામનગર તા. ૧૫ઃ જોડીયાના બાદનપર તેમજ ભાદરા પાસે ગઈકાલે પોલીસે કોમ્બીંગ કરી ઉંડ નદીમાંથી રોયલ્ટી વગર રેતી ભરીને જતા સાત વાહનો પકડી પાડ્યા છે. તે કાર્યવાહી અંગે ખાણખનીજ ખાતાને જાણ કરવામાં આવી છે.

જોડીયા તાલુકાના બાદનપર ગામમાં આવેલી ઉંડ નદીમાંથી રેતી ઉપાડવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગી ઉપરાંત બાજુમાં આવેલી અન્ય જગ્યામાંથી પણ રેતી ઉપાડાતી હોવાની ઉઠેલી બુમ વચ્ચે ગઈકાલે જિલ્લા પોલીસવડા શરદ સિઘલે ચકાસણી કરવા તેમજ દરોડાની કામગીરી કરવા ગ્રામ્યના એએસપી સંદીપ ચૌધરીને સૂચના આપતા તેઓની આગેવાની હેઠળ પોલીસ કાફલાએ જોડીયા, બાદનપર તથા ભાદરા ગામ પાસે જુદી જુદી ટીમો બનાવી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન પોલીસને રોયલ્ટી ભર્યા વગર કે મંજુરી લીધા વગર રેતી ભરીને જતા ત્રણ ડમ્પર સહિતના સાત વાહનો મળી આવતા પોલીસે તે તમામ વાહન અટકાયતમાં લઈ ખાણખનિજ ખાતાને જાણ કરી છે. મામલતદારે તે વાહનોના ચાલકો પાસે રહેલા કાગળો વિગેરેની ખરાઈ કરી હતી. આ કાર્યવાહીમાં જોડીયાના પીએસઆઈ જે.સી. ગોહિલ, ધ્રોલના પીએસઆઈ વી.કે. ગઢવી, મેઘપરના પીએસઆઈ ડી.એસ. વાઢેર, પંચકોશી 'એ' ડિવિઝનના પીએસઆઈ ડી.પી. ચુડાસમા, સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.આર. સીસોદીયા, લાલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી. ખાંભલા તથા પોલીસ કાફલો સાથે રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription