ભારત-પાકિસ્તાન વચ્ચેની આવતીકાલની મેચમાં ૬૩ ટકા વરસાદ પડવાની સંભાવનાઃ બંન્ને દેશોના ક્રિકેટ રસિકોમાં નિરાશાનું મોજું / અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ/ વાયુ વાવાઝોડું પોરબંદરથી ર૦૦ કિ.મી. દુર થયું સ્થિરઃ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદી માહોલઃ વાયું વાવાઝોડું જામનગર-કચ્છના દરિયામાં સમાય તેવું અનુમાન / સાસણમાં આજે સિંહ દર્શનનો અંતિમ દિવસઃ આવતીકાલથી સાવજોનું શરૃ થશે વેકેશન

રામરહીમ સામેના પત્રકાર હત્યા કેસમાં આજે ચૂકાદો

ચંદીગઢ તા. ૧૧ઃ રામ રહીમ સામેના પત્રકાર હત્યા કેસમાં આજે અદાલત ચૂકાદો સંભળાવશે. આ માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂકાદાને ધ્યાને લઈને ચૂસ્ત બંદોબસ્ત  ગોઠવાયો છે.

સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટ આજે ચૂકાદો આપે તેવી શક્યતા છે. બે જાન્યુઆરીએ સીબીઆઈ કોર્ટે ૧૬ વર્ષ જુના આ કેસમાં આરોપી ગુરમીત રામ રહીમ, નિર્મલ કુલદીપ અને કૃષ્ણ લાલને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપયો હતો.

જો કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારની અપીલથી સીબીઆઈ કોર્ટે રામ રહીમની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવાની મંજુરી આપી હતી. આ કેસમાં પણ જજ જગદીપસિંહ જ ચૂકાદો સંભળાવશે. આ જજે જ સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમને સજા સંભળાવી હતી.

સાધ્વી યૌન શોષણ કેસમાં બે લેટર લખવામાં આવ્યા હતાં. તેના આધારે જ રામચંદ્ર છત્રપતિએ તેમના ન્યૂઝ પેપરમાં આ ન્યૂઝ પ્રકાશિત કર્યા હતાં. આરોપ છે કે છત્રપતિ પર પહેલા દબાણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ આરોપીઓની ધમકી આગળ ન ઝૂક્યા તો ર૪  ઓક્ટોબર ર૦૦ર ના તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ર૧ નવેમ્બર ર૦૦ર ના દિલ્હીની એપોલો હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

એવો આરોપ છે કે બાઈક પર આવેલા કુલદીપે ગોળી મારીને રામચંદ્રની હત્યા કરી હતી. તેની સાથે નિર્મલ પણ હતો. જે રિવોલ્વરથી રામચંદ્ર પર ગોળી ચલાવવામાં આવી હતી તેનું લાઈસન્સ ડેરા સચ્ચા સોદાના મેનેજર કૃષ્ણ લાલના નામ પર હતું. ગુરમીત રામ રહીમ પર હત્યાનું કાવતરૃ ઘડવાનો આરોપ છે. રામ રહીમ હાલ બે સાધ્વીઓના યૌન શોષણ કેસમાં ર૦ વર્ષની સજામાં જેલમાં છે.

આ સુનાવણીને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે રોહતકની સુનારિયા જેલ અને સિરસા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. સિરસામાં હરિયાણા પોલીસની ૧ર કંપનીઓ ડેરા સચ્ચા સોદાથી સિરસા શહેર સુધી તહેનાત કરવામાં આવી છે. તે ઉપરાંત ૧૦ ડીએસપી, ૧ર ઈન્સ્પેકક્ટરને પણ ડ્યુટી પર રાખવામાં આવ્યા છે. ડેરા સચ્ચા સોદાને ૧૪ પોલીસ નાકેથી ઘેરવામાં આવ્યું છે. ડેરાની દરેક પ્રવૃત્તિઓ આજે બંધ રાખવામાં આવી છે. તેમને આદેશ આપવામાં આવ્યો છે કે, ડેરાની વીડિયોગ્રાફી કરવામાં આવે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription