ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

આઈપીએલની મેચમાં સટ્ટો રમતા ત્રણ ઝડપાયા

જામનગર તા. ૧૫ઃ જામનગરના લાખોટા તળાવના ઢાળીયા પાસે પાનની એક દુકાન નજીકથી શનિવારે સાંજે પોલીસે ત્રણ શખ્સોને ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડ્યા છે જ્યારે લાલપુરમાંથી ત્રણ પત્તાપ્રેમી પોલીસની ગીરફતમાં આવી ગયા છે. કુલ રૃા. પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના હવાઈ ચોક વિસ્તારથી તળાવની પાળના ઢાળીયા વચ્ચે આવેલી પાનની એક દુકાને શનિવારે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ ટીવી પરથી પ્રસારીત થતી આઈપીએલની ટી-૨૦ ક્રિકેટ મેચ નીહાળી તેના પર સટ્ટો રમતા હોવાની બાતમી પરથી ખંભાળીયાનાકા પોલીસ ચોકીના પીએસઆઈ વી.એ. આહિર તથા સ્ટાફે દરોડો પાડતા મોહિત સુભાષભાઈ નંદા, ધાર્મિક જગદીશભાઈ નંદા, દિપેશ હિતેષભાઈ નંદા નામના ત્રણ શખ્સો રનફેર, વિકેટ વિગેરેનો સોદો કરી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેના કબજામાંથી ત્રણ મોબાઈલ, રૃા. ૧૧,૨૦૦ રોકડા, જીજે-૧૦-કે-૬૪૦૮ નંબરનું સ્કુટી મળી કુલ રૃા. ૩૨,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્રણેય શખ્સો સામે પો.કો. કે.જે. જાડેજાએ ખુદ ફરિયાદ બની જુગારધારાની કલમ ૧૨ હેઠળ ફરિયાદ નોંધાવી છે. લાલપુરના પટેલ સમાજ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં મહેન્દ્રભાઈ સવજીભાઈ પટેલ, રમણીકભાઈ ગોરધનભાઈ પટેલ, કરશનભાઈ ધનજીભાઈ પટેલ નામના ત્રણ શખ્સો તીનપત્તી રમતા પકડાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૫૩૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription