સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જોડિયાના બોડકા ગામે મનરેગામાં ગેરરીતિ આચરનાર ત્રણ ઈસમોને ફરજ મોકુફ કરાયા

જામનગર તા. ૧પઃ જોડિયાના બોડકા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડુ ઉતારવાના કામમાં હાજરી પત્રક (મસ્ટર) માં ખોટી, હાજરીઓ પૂરાવીને ગેરરીતિ આચરીને રૃા. પ૯,પર૪ ની ઉચાપત થયા અંગે જોડિયાના તત્કાલિન ટીડીઓ અને પ્રોબેશ્નર નાયબ કલેક્ટર પ્રશાંત મંગુડાએ સમગ્ર તપાસ કરેલ અને આ તપાસનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકને રજૂ કરતા, તાત્કાલિક ધોરણે આ ગેરરીતિમાં સંડોવાયેલા ત્રણ ઈસમોને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.

બોડકા ગામે મેટ તરીકે કામગીરી કરતા સોલંકી સંજયભાઈ વિનુભાઈએ તેમના (૧) ભાભી ભાવનાબેન નરેશભાઈ સોલંકી, આશા વર્કર, પીએચસી-પીઠડ, (ર) પત્ની વર્ષાબેન સંજયભાઈ સોલંકી, આંગણવાડી હેલ્પર-બોડકા (કોડ નં. ૬૩) પાસે બોડકા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડુ ઉતારવાના કામમાં ખોટી હાજરી પૂરીને ગેરરીતિ આચરેલ હતી. સરકારની વિવિધ કચેરીમાં માનદ્ વેતન ઉપર કામ કરતા હોવા છતાં મનરેગાના કામમાં ખોટી હાજરી પૂરીને, આ ઈસમોએ મહેનતાણા પેટે મેળવેલા રૃા. પ૯,પર૪ ના સરકારી નાણાની ઉચાપત કરેલ હતી. આ વિગતો ધ્યાને લઈ (૧) બોડકા ગામે મેટ તરીકે હાજરી પૂરનાર સોલંકી સંજયભાઈ વિનુભાઈ, (ર) પીએચસી-પીઠડમાં આશા વર્કર તરીકે કામ કરતા ભાવનાબેન નરેશભાઈ સોલંકી અને (૩) બોડકા ગામે આંગણવાડી હેલ્પર તરીકે કામ કરતા વર્ષાબેન સંજયભાઈ સોલંકીને તાત્કાલિક અસરથી તેમની ફરજોમાંથી ફરજ મોકુફ કરવાનો હુકમ કરવા માટે ડી.ડી.ઓ.એ લગત વિભાગોને સૂચના આપતા આ ઈસમોને તેઓની ફરજમાંથી છૂટા કરવામાં આવેલ છે તેમજ ઉચાપત થયેલ રકમ રૃા. પ૯,પર૪ પુનઃ સરકારી તિજોરીમાં જમા કરાવેલ છે. જિલ્લા વિકાસ અધિકારીએ ત્વરીત નિર્ણય અને આકરા પગલાંથી સરકારી નાણાની ઉચાપત કરનારા અને ગેરરીતિ કરનારાઓને અટકાવવા માટે દૃષ્ટાંત આપેલ છે તેમ જિલ્લા વિકાસ અધિકારી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription