ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જામનગરમાં ત્રણ દરવાજા પાસે પાનની દુકાનમાં શોર્ટસર્કીટથી આગ

જામનગર તા. ૧૫ઃ જામનગરના ત્રણ દરવાજા પાસે પાનની એક દુકાનમાં ગઈકાલે વહેલી સવારે શોર્ટસર્કીટના કારણે આગનું છમકલું થતા ટીવી સહિતનું રાચરચીલુ સળગીને ખાખ થઈ ગયું હતું.

જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી શિવલહેરી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં રવિવારે સવારે ચારેક વાગ્યે શોર્ટસર્કીટ થવાના કારણે આગનું છમકલું થયું હતું.

આ બાબતની ફાયરબ્રિગેડને જાણ થતા ફાયરનો કાફલો દોડ્યો હતો. પાણીનો સતત મારો ચલાવી આગને વધુ પ્રસરતા રોકવામાં આવી હતી તેમ છતાં આગના કારણે દુકાનમાં રહેલી ટીવી સહિતની ચીજવસ્તુઓ સળગીને ખાખ થઈ ગઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription