ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની નહીં પણ ભાજપ વિરૃદ્ધ ખેડૂતોની લડાઈ છેઃ હાર્દિક પટેલ

જામનગર તા. ૧પઃ જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાના ચૂંટણી પ્રચારાર્થે કાલાવડમાં અને ધ્રોળ તાલુકાના લતીપુરમાં યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલની જંગી જાહેરસભાઓ યોજાઈ હતી.

લોકસભાની ચૂંટણીના મતદાનને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ સરકારના જુઠ્ઠાણાઓ સાથેની સરિયામ નિષ્ફળતા અને સામે કોંગ્રેસના પ્રજાના પાયાના પ્રશ્નો ઉકેલવાના સંકલ્પના મુદ્દાઓને હાલારના બન્ને જિલ્લાના તમામ લોકો સુધી લઈ જવા કોંગ્રેસે તેની પ્રચાર ઝુંબેશને અત્યંત આક્રમક અને વેગવંતી બનાવી છે.

પાટીદારોના જબરદસ્ત વર્ચસ્વ ધરાવતી કાલાવડ વિધાનસભા બેઠક વિસ્તારમાં અને ભાજપના ગઢ ગણાતા કાલાવડમાં સવારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી. તેમજ સાંજે ધ્રોળ તાલુકાના લતીપુર ગામમાં હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી. આ બન્ને જાહેર સભાઓમાં ગ્રામજનો, ખેડૂતો અને ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં અને કોંગ્રેસને પ્રચંડ સમર્થન જાહેર કર્યું હતું.

રવિન્દ્રના પિતાને મોટાબહેન કોંગ્રેસમાં જોડાયા

જામનગર જિલ્લામાં જામજોધપુર પછી પાટીદારના સૌથી મોટા ગઢ માનવામાં આવતા કાલાવડમાં લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાના સમર્થનમાં રવિવારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે જંગી જાહેરસભા ગજવી હતી, તો બીજી તરફ કોંરેસે મોટું ઓપેરશન પાર પાડ્યું હોય તેમ કાલાવડમાં યોજાયેલ સભામાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટાબહેન નયનાબા જાડેજા અને તેમના પિતા અનિરૃદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતાં. સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ અને ઓબ્ઝર્વર અજય તોનગડેએ કોંગ્રેસમાં જોડાનાર બન્નેનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજા હજુ તો થોડા સમય પૂર્વે જ ભાજપમાં જોડાયા છે ત્યારે ગઈકાલે રવિન્દ્રસિંહના પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાઈ જતા જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે. પિતા-પુત્રીના જોડાવાથી કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બનતા જિલ્લામાં એક બાદ એક વાતાવરણ કોંગ્રેસ તરફેણમાં જામતું જતું હોય તેવો ગામે-ગામ માહોલ સર્જાઈ રહ્યો છે.

કાલાવડમાં જંગી સભા

કાલાવડમાં યોજાયેલ કોંગ્રેસની જંગી જાહેર સભામાં સમગ્ર તાલુકામાંથી ખેડૂત વર્ગ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને યુવા પાટીદાર આગેવાન હાર્દિક પટેલને સાંભળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં, ત્યારે વિશાળ સભામાં હાર્દિક પટેલે પણ ભાજપ પર ખેડૂતોના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે ર૦૧૯ ની ચૂુંટણી ભાજપ અને કોંગ્રેસની નથી, પરંતુ આ લડાઈ ભાજપ અને ખેડૂતોની છે, કાલાવડ વિસ્તારમાં ખેડૂતો વધુ દુઃખી છે, ૭/૧ર ના દાખલા કઢાવવા માટે પણ પૈસા આપવા પડે છે, ખાતરમાં ભાવ વધારા સામે ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. અધુરામાં પૂરૃં સરકારે પાકવીમામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને ખેડૂતો પાસેથી પ્રિમિયમ ઉઘરાવીને નજીવો વીમો પાસ કરી વીમા કંપનીઓએ ૧પ,૦૦૦ કરોડનું કૌભાંડ કર્યાનો સનસનીખેજ આક્ષેપ કરતા સભામાં સન્નાટો છવાઈ ગયો હતો.

હાર્દિક પટેલે કહ્યું કે માલ્યા બેંક લૂંટી જાય, પરંતુ ખેડૂત જો પાકધિરાણના કે ટ્રકેટરની લોન ભરવામાં નિષ્ફળ જાય તો પરેશાન કરવામાં આવે છે. એ સહિતના કેટલાય કારણો છે જેને લઈને ખેડૂતો આપઘાત કરવા મજબૂર બની રહ્યાની વાત પણ હાર્દિકે સભામાં કરીને આ આક્રોશ આગામી લોકસભાની ચૂંટણી સાથોસાથ જામનગર ગ્રામ્ય ચૂંટણી હોય તેમાં ઠાલવીને જવાબ આપજો તેમ કહીને રાઘવજી પટેલ અંગે જણાવ્યું તેનું કામ નડવાનું છે. આ વખતે સગા-સંબંધીઓને મિત્ર વર્તુળને કામે લગાડીને ભાજપને ઠેકાણે પાડી દેવા હાર્દિક પટેલે સભામાં હાજર સૌ કોઈને હાકલ કરી હતી.

મુળુભાઈ કંડોરિયા

કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાએ સભા સ્થળે  પહોંચતા પુર્વે જામનગર તેમજ કાલાવડમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા પછી સભાસ્થળે પહોંચ્યા હતાં અને પોતાના સંબોધનની શરૃઆતમાં બંધારણ ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને તેમની જન્મ જયંતી નિમિત્તે તેમજ ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે વિશાળ જનમેદનીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. સંબોધનની શરૃઆત કરતા જણાવ્યું હતું કે આ ચૂંટણી જંગ હાર્દિક પટેલ જેવા લડાયક અને ઉત્સાહી યુવા નેતાની આગેવાની હેઠળ લડવા નીકળ્યો છું ત્યારે ખાતરી આપું છું કે હું સાંસદ તરીકે નહીં કાર્યકર તરીકે કામ કરીને ખેડૂતપુત્ર હોવાથી કોઈપણને નીચાજોણું નહીં થાય તેવો વિશ્વાસ આપીને ખેડૂતો પાટીદારો મજબૂત થાય તેના માટે આ ચૂંટણી જંગ છે, જેમાં જંગી મતદાન કરીને તમારી સરકાર બનાવવા મુળુભાઈએ અપીલ કરી હતી.

અજય તોનગડ

મોદી સરકાર આવશે તો ઓક્સિજન (હવા) ના પણ પૈસા પ્રજાને ચૂકવવા પડશે તેમ કહીને મોંઘવારી, ટેક્સ, નોટબંધી, કાળુ નાણું સહિતના મામલે ભાજપ પર આકરા પ્રહારો કાલાવડ સભામાં દિલ્હીથી નિમાયેલા એઆઈસીસીના જામનગર જિલ્લાના લોકસભા ચૂંટણીના પ્રભારી અજય તોનગડે કર્યા હતાં.

જેનીબેન ઠુમ્મર

જ્યારે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પણ કાલાવડ સભાને ગજવતા કહ્યું હતું કે, આ સરકારે પાટીદારો પર કેવો અત્યાચાર કર્યો છે, તે બધા જાણે છે તેના સાક્ષી હાર્દિક પટેલ છે અને પ્રજાના ચૂકાદા સામે ભાજપ ખરીદ વેંચાણ સંઘ ખોલીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભ્યને કરોડો રૃપિયામાં ખરીદ કરીને પ્રજાની અને લોકશાહીની મજાક ઊડાવી રહ્યા છે, ત્યારે કાલાવડની જનતા સ્વચ્છતાના હિમાયતી એવા મોદીજીના કમળના બટનને ગંદુ થવા દેતા નહીં તેમ જણાવી પંજાને મત આપવા હાકલ કરી હતી.

પ્રવિણ મુછડિયા

ગુજરાતમાંથી ક્રાંતિની શરૃઆત કાલાવડથી થઈ છે તેવું જણાવીને કાલાવડ વિસ્તારના ધારાસભ્ય પ્રવિણ મુછડિયાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી ભાજપનો ગઢ કાલાવડ રહ્યું છે. પાટીદાર સમાજ મતો આપ્યા તેની સામે હાર્દિક પટેલ યુવાનોને રોજગારી, શિક્ષણ માટે લડત ચલાવી તો ભાજપે અત્યાચાર ગુજાર્યોની યાદ તાજી કરાવી હતી.

વિક્રમભાઈ માડમ

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમએ પણ સંબોધન સાથે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ પાટીદાર સમાજનું ઘરેણું છે તો કોંગ્રેસં માટે દાગીના સમાન છે તેમ કહીને મનમોહનસિંહ  સરકાર સમયે હું સાંસદ હતો ત્યારે ખેડૂતોના દેવા માફ થયા છે, તેની સામે ભાજપ વચન આપીને પણ ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે.

જે.ટી. પટેલ

કાલાવડ વિસ્તારના વતની અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે.ટી. પટેલે પણ મંચ પરથી ભાજપને પડકાર ફેંકીને જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના નવ સભ્યો ભલે લઈ ગયા, પરંતુ તેમને રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડાવો એક પણ સભ્ય ચૂંટાઈ તો કાલાવડના તમામ કોંગ્રેસના આગેવાનો મેદાન છોડી દેશે તેવો ભાજપને પડકાર ફેંક્યો હતો.

કાર્યાલયનું ઉદ્ઘાટન

કાલાવડમાં કોંગ્રેસની જાહેરસભા પૂર્વે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરના હસ્તે કાલાવડ તાલુકા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો, કાર્યકરોની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારપછી ધોરાજી રોડ પર જંગી જાહેર સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, જામનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, કોંગ્રેસ અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ગીતાબેન ગઢિયા, જામનગર જિલ્લા પંચાયત બાળકલ્યાણ અને આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન સુમિત્રાબેન સાવલિયા, જિલ્લા પંચાયતના સદસ્ય જે.પી. મારવિયા, ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા, જિલ્લા પંચાયતના સદસ્ય માલતીબેન ભાલોડિયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન દયાબેન રાઠોડ, કાલાવડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ફાલ્ગુનીબેન સોજીત્રા,  કાલાવડના એડવોકેટ અને કોંગ્રેસ અગ્રણી સાજીદભાઈ બ્લોચ, રજાકબાપુ (એડવોકેટ) અને કાલાવડ કોંગ્રેસના અગ્રણી હનીફભાઈ ધાડા, કાલાવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવદાનભાઈ જારિયા, કાલાવડ કોંગ્રેસના અગ્રણીઓ દોસમામદભાઈ હાલાણી, કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વસંતભાઈ ગિણોયા, કાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખ આર.આઈ. જાડેજા વગેરે આગેવાનો-કાર્યકરો, ખેડૂત આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

કલ્યાણપુર તાલુકા પંચાયત ભાજપમાં ભંગાણઃ સાત સદસ્યો કોંગ્રેસમાં જોડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભારે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે, ત્યારે જામકલ્યાણપુર તાલુકા પંચાયતના સાત સભ્યો કોંગ્રેસમાં જોડાતા ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું છે અને કુલ ર૪ સદસ્યોમાંથી કોંગ્રેસનું સંખ્યાબળ ૧૩ થતા સત્તા પરિવર્તનના સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસની છાવણીમાં ખુશીની લહેર તો ભાજપની છાવણીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે... દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાની જાહેરસભા, મુલાકાત, પ્રવાસ દરમિયાન લોકો આવકાર સાથે સમર્થન આપી રહ્યા છે, ત્યારે કલ્યાણપુર તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાતાની સાથોસાથ કોંગ્રેસની ફેવરમાં ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં તાલુકા, પંચાયતના સભ્યો ગયા હતાં, પરંતુ અસંતોષના કારણે તેઓ ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરીને જોડાઈ ગયા છે, જેમાં ભાયાભાઈ માડમ, વજસીભાઈ વરૃ, રંભીબેન પીઠાભાઈ સૂવા, વસીમાબાનુ, ભીમા ડાભી, મણિબેન ડાભી, કુંવરબેન ડુવા વગેરે પંચાયત સભ્યો ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાવાથી કલ્યાણપુર તાલુકામાં કોંગ્રેસનો ગઢ વધુ મજબૂત બન્યો છે અને ભાજપને ફટકો પડતા લોકસભાની ચૂંટણી પર તેની સીધી જ અસર જોવા મળે તેવું વાતાવરણ થઈ ગયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription