૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

મનની કુષ્ઠતાનો ઈલાજ જરૃરી છેઃ મોરારિબાપુ

જામનગર તા. ૬ઃ શારીરિક કુષ્ઠતા કરતાં પણ મનની કુષ્ઠતા વધારે ખરાબ છે. મનની કુષ્ઠતા એટલે કુટીલતા, મનની કુષ્ઠતા એટલે દુષ્ટતા, શારીરિક કુષ્ઠતા માટે ડો. આચાર્ય જેવાની જરૃર પડે પણ મનની કુષ્ઠતા દૂર કરવા પરમાચાર્ય, શંકરાચાર્યની જરૃર પડે. આજે મનની કુષ્ઠતાનો ઈલાજ જરૃરી બની ગયો છે.'' ફૂલછાબના તંત્રી કૌશિક મહેતાએ રક્તપિત્તના મસીહા પદ્મશ્રી ડો. કે.એમ. આચાર્ય વિશે લખેલાં પુસ્તક 'ગાંધી માર્ગનો માણસ-ડો. કે.એમ. આચાર્ય'નું વિમોચન મોરારિબાપુના હસ્તે થયું ત્યારે મોરારિબાપુએ આશીર્વચન પાઠવતાં આમ જણાવ્યું હતું.

હેમુગઢવી નાટ્યગૃહના મિની ઓડિટોરિયમમાં યોજાયેલા ગરિમાપૂર્ણ સમારોહમાં ઉપસ્થિતોને આશીર્વચન પાઠવતાં મોરારિબાપુએ જણાવ્યું કે પરબધામના સંત દેવીદાસજી, ગાંધીબાપુએ પણ રક્તપિત્તના દર્દીઓની સેવા કરી. આચાર્યએ પણ દર્દીઓની પીડાને આત્મસાત કરી છે.

પદ્મશ્રી ડો. કે.એમ. આચાર્યએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે આ રોગ જેમને હોય તેનો તિરસ્કાર થતો. રક્તપિત્તથી શરીરમાં વિકૃતિ આવે છે પણ માનસિક રક્તપિત્ત દૂર થાય તે જરૃરી છે. માનસિક રક્તપિત્ત દૂર કરવામાં મોટો ફાળો મોરારિબાપુનો છે. મેં મોટું કામ કર્યું નથી ડોકટર તરીકે ઋણ ચૂકવ્યું છે. પુસ્તક વિમોચન સમારોહના પ્રારંભમાં રક્તપિત્તના દર્દમાંથી મુક્તિ મેળવી ચૂકેલા બે બહેનો દ્વારા મોરારિબાપુને સૂત્રમાલા અર્પણ કરવામાં આવી હતી. તો ડો. આચાર્ય તરફથી બંને બહેનો પગભર બને તે માટે સિલાઈ મશીન અને અનાજની કીટ અર્પણ થઈ હતી. જે મોરારિબાપુના હસ્તે આપવામાં આવી હતી.

પુસ્તકના લેખક અને ફૂલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે, ગાંધીમાર્ગ ચાલીને રક્તપિત્તના દર્દીઓની સેવા કરનારા ડો. આચાર્ય વિશે પુસ્તક લખવાનું સદ્દભાગ્ય મને મળ્યું. આવી વ્યક્તિ વિશે પુસ્તક લખવાનું થયું ત્યારે સમજાયું કે પત્રકાર બન્યાની સાર્થકતા શું કહેવાય?

'ગાંધી માર્ગનો માણસ ડો. કે.એમ. આચાર્ય' પુસ્તક વિમોચન સમારોહમાં પુસ્તક પ્રકાશક કે. બુક્સના યોગેશભાઈ ચોલેરા, મુરલીધર સ્કૂલના પ્રિન્સીપાલ દર્શિતભાઈ જાની, શહેરના શ્રેષ્ઠીઓ, નામાંકિત તબીબો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું સંચાલન મનોજ જોશીએ કર્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00