મહિસાગરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિ૫ેડ પર હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ખેડૂતોએ ન ઉતરવા દીધુ / જેટ એરવેઝ છેલ્લા ૭ વર્ષમાં બંધ થનારી ૬ઠ્ઠી એરલાયન્સઃ વીસ હજાર જેટલા કર્મચારીઓના ભવિષ્ય પર લટકતી તલવાર / સાબરમતી નદીમાંથી મળી આવી જુની ૧૩ લાખ રૃપિયાની ચલણી નોટો /

શહેર છોડીને ન જવા ઈચ્છતા પરપ્રાંતિય યુવાનના પત્નીનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગર તા. ૧૧ઃ જામનગરના પટેલ કોલોનીમાં રહેતા એક પરપ્રાંતિય પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. તેણીને જામનગરમાં ગમતું ન હતું અને પતિ તેઓની નોકરી છોડી અન્ય શહેરમાં નોકરી માટે પ્રયત્નો કરતા ન હતા તે બાબત લાગી આવતા આ પરિણીતાએ મોત મીઠું કર્યાનું બહાર આવ્યું છે.

જામનગરની પટેલ કોલોની શેરી નં.૧રમાં આવેલા ત્રિવેદી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા કાંતભાઈ પ્રબાસભાઈ શાદા (ઉ.વ.૪૪) એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ તેઓના પત્ની અમરીતાબેન (ઉ.વ.૩૪) અવારનવાર પતિ કાંતભાઈને જામનગરમાં ગમતું નથી, બીજા કોઈ શહેરમાં નોકરી શોધી લો તેમ કહેતા હતા, પરંતુ કાંતભાઈને અન્ય સ્થળે સારી નોકરી મળતી ન હોય, આ દંપતિ મને-કમને ઘરસંસાર ચલાવતું હતું.

તે દરમ્યાન પતિને વારંવાર અન્ય શહેરમાં નોકરી શોધવા માટે કહેતા હોવા છતાં કાંતભાઈ તેના પર લક્ષ આપતા નથી તેમ માની અમરીતાબેનને માઠું લાગી આવ્યું હતું જેના પગલે આ પરિણીતાએ શનિવારે બપોરે જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે ઓરડામાં રહેલા પંખામાં ગાળિયો પરોવી ગળાફાંસો ખાઈ લીધો હતો જેની થોડીવાર પછી પતિને જાણ થતા તેઓએ પોલીસને વાકેફ કરતા સિટી-બી ડિવિઝનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી પતિ કાંતભાઈનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription