બર્ધનચોકમાં ટ્રાફિક, દબાણ સામે વેપારી મંડળનો આક્રોશ

જામનગર તા. ૧૪ઃ જામનગરના બર્ધનચોક, દરબારગઢ, લીંડીબજારમાં ફેરીયાઓના ત્રાસથી વેપારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

આ મુદ્દે આજે વેપારી મહામંડળ દ્વારા મેયરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ૧૭મી ઓગસ્ટે આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.

જામનગરમાં શાક માર્કેટ, દરબારગઢ, બર્ધનચોક, લીંડીબજારના વેપારીઓ લાંબા સમયથી ફેરીયાઓનો ત્રાસ સહન કરી રહ્યાં છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. તેનું કારણ એક સંશોધનનો વિષય છે. જો કે, આ ફેરિયાઓ કોની મહેરબાનીથી જાહેર રસ્તા ઉપર દબાણ કરીને બેસે છે તે તમામ જાણે છે.

આ વિસ્તારોમાં રિક્ષાવાળા, રેંકડી, પથારાવાળાનો અસહ્ય ત્રાસ સહન કરી વેપારીઓ સતત તણાવમાં રહે છે.

જો હવે ત્રણ દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો તા. ૧૭-૮-૧૯ ના વેપારીઓ બંધ પાળશે અને ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી જામનગર વેપારી મહામંડળ દ્વારા આપવામાં આવી છે. વેપારી મંડળના પ્રમુખ સુરેશ તન્નાની આગેવાનીમાં આજે વેપારીઓએ મેયરને આવેદનપત્ર પાઠવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription