જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ સુપ્રિમકોર્ટે હટાવી લીધો

નવી દિલ્હી તા. ૧પઃ શ્રીસંત પર આઈપીએલ  મેચ ફીક્સીંગ મામલે આજીવન પ્રતિબંધ લગાવાયો હતો તેને વધારે પડતો ગણાવીને સુપ્રિમ કોર્ટે બીસીઆઈને શ્રીસંતને સાંભળીને કોઈ સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે.

આઈપીએલ સ્પોટ ફિક્સીંગ મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ભારતીય ક્રિકેટર શ્રીસંતની અરજી પર સુપ્રિમ કોર્ટે આજે ચૂકાદો સંભળાવ્યો છે. આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી બૈન હટાવી દેવામાં આવ્યો છે. સાથે જ સુપ્રિમ કોર્ટે બીસીસીઆઈને ૩ મહિનાની અંદર આ સમગ્ર મામલે પોતાનો રિપોર્ટ સોંપવાનું કહ્યું છે.

જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ. જોસેફની પીઠે આ મામલે પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે બીસીસીઆઈની પાસે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે. કોર્ટે બીસીસીઆઈને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને ૩ મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે પડતી છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા પછી હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઈએ ૩ મહિનામાં નક્કી કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ શ્રીસંત પર આઈપીએલ-ર૦૧૩ માં સ્પોટ ફિક્સિંગમાં દોષી ઠરતા આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. આની વિરૃદ્ધ શ્રીસંતે સુપ્રિમ કોર્ટ અરજી કરી હતી. આ પહેલા બીસીસીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટેબાજી અને રમતને બેઈજ્જત કરવાનો આરોપ છે. શ્રીસંત, અંકીત ચૌહાણ અને અજીત ચંદીલા સહિત સ્પોટ ફિક્સિંગમાં મામલે તમામ ૩૬ આરોપીઓને જુલાઈ ર૦૧પ માં પટિયાલા હાઉસ કોર્ટે ગુનાહિત કેસમાંથી મુક્ત કર્યા હતાં. શ્રીસંતે છેલ્લી વન-ડે શ્રીલંકા સામે ર૦૧૧ માં રહી હતી. જ્યારે છેલ્લી ટેસ્ટ ર૦૧૧ માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. એ પણ સંયોગ છે કે શ્રીસંતે ટેસ્ટમાં પદાર્પણ ઈંગ્લેન્ડ સામે અને વન-ડેમાં પદાર્પણ શ્રીલંકા સામે કર્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription