૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

અયોધ્યામાં ભાજપ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી

અયોધ્યા તા. ૬ઃ અયોધ્યામાં બાબરી ધ્વંસના દિને આજે શૌર્ય દિવસની ઉજવણી ભાજપ કરી રહ્યો છે, જ્યારે મુસ્લિમો બ્લેક-ડે મનાવશે. આ કારણે પોલીસ બંદોબસ્ત ચૂસ્ત બનાવાયો છે.

આજથી ર૬ વર્ષ પહેલા વર્ષ ૧૯૯ર માં અયોધ્યામાં ૬ ડિસેમ્બરે લાખો લોકોની સંખ્યામાં કારસેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદને ધ્વંસ કરી દીધી હતી. ઉગ્ર ભીડે અંદાજે પાંચ કલાકમાં મસ્જિદ તોડી દીધી હતી. ત્યારપછી સમગ્ર દેશમાં સાંપ્રદાયિક રમખાણો થયા હતાં અને તેમાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા હતાં.

આજે ભારતીય જનતા પાર્ટીના અયોધ્યાના કાર્યકરો ભવનમાં શૌર્ય દિવસ મનાવશે, જ્યારે મુસ્લિમ પક્ષના લોકો આ મામલે મુદ્દઈ ઈકબાલ અંસારીના ઘરે બ્લેક-ડેની ઉજવણી કરશે. અયોધ્યા સિવાય આજે દિલ્હી સહિત દેશના ઘણાં વિભાગોમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને શિવસેનાએ વિવિધ કાર્યક્રમ રાખ્યા છે. દિલ્હી બીજેપીના ઉપાધ્યક્ષ જયપ્રકાશે તેમના સમર્થકો સાથે રામ મંદિર નિર્માણ વિશે ઝંડેવાલાના મંદિરમાં યજ્ઞનું આયોજન કર્યું છે. જ્યારે શિવસેના પણ આજે જંતર-મંતર પર પ્રદર્શન કરવાના છે. શિવસેના  પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ સપરિવાર રામલલ્લાના દર્શન કર્યા હતાં. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમાજે મળીને અયોધ્યામાં ધર્મ સભાનું પણ આયોજન કર્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. આવો જ એક કાર્યક્રમ ૯ ડિસેમ્બરે દિલ્હીમાં થવાનો છે. જેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અયોધ્યા વિશે થોડા સમય પહેલા એક મોટી જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ સરકાર તરફથી શ્રીરામની ર૦૧ મીટર ઊંચી મૂર્તિ બનાવવામાં આવશે. તાજેતરમાં તેની  એક તસ્વીર પણ જાહેર કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00