જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય સત્ર શરૃઃ લેખાનુદાન રજૂ થશે

ગાંધીનગર તા. ૧૮ઃ ગુજરાત વિધાનસભાના પાંચ દિવસના ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્ર દરમિયાન રાજય સરકાર લેખાનુદાન રજૂ કરશે. રાજયપાલે પુલવામા હુમલાથી શહીદોને શ્રધ્ધાંજલિ સાથે પ્રવચન શરૃ કર્યુ હતું, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોના હોબાળા વચ્ચે ઝડપથી પ્રવચન પૂરૃં કરીને રવાના થયા હતાં.

આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ટૂંકુ સત્રનો પ્રારંભ થયો છે. લોકસભા ચૂંટણીને પગલે આ બજેટ સત્રમાં માત્ર લેખાનુદાન રજૂ થશે. પહેલા દિવસે રાજયપાલ ઓપી કોહલીના સંબોધન સાથે ૧૧ વાગ્યે સત્ર શરૃ થયું હતું. જેમાં પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોથી લઈ જયંતી ભાનુશાળી અને પૂર્વમંત્રી મનોહરસિંહ જાડેજાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસે મૃતકોની આમાન્ય જાળવ્યા વિના હોબાળો કરતા રાજયપાલ ૧પ મિનિટના બદલે થોડી મિનિટોમાં જ સંબોધન સમેટી રવાના થઈ ગયા હતાં.

રાજય વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ સોમવાર તા. ૧૮ થી થયો છે. પાંચ દિવસીય સત્રમાં સાત બેઠક મળશે. આગામી લોકસભાની ચૂંટણીને કારણે બજેટને બદલે લેખાનુદાન રજૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજયપાલશ્રી ઓ.પી. કોહલીના પ્રવચન બાદ શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી અને આજની વિધાનસભાની બેઠક પૂર્ણ થઈ હતી.

વિધાનસભા આ સત્ર દરમિયાન ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતો વિધેયક, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક, ગૃહનિર્માણ બોર્ડ સુધારા વિધેયક, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ. કોર્પોરેશન સુધારા વિધેયક રજૂ થશે. આ સત્રમાં બુધવાર અને ગુરૃવારે બે-બે બેઠક મળશે.

સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા શહીદોને એક કરોડ રૃપિયા તથા વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો એક પગાર શહીદોને આપશે.

ગૃહની શરૃઆત સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો ઊભા થઈને બંધ કરો ભાઈ બંધ કરો, ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં. કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યોએ સફેદ પાઘડી ફાળીયુ માથે બાંધ્યું હતું. દરમિયાન રાજપાલશ્રી બેઠા-બેઠા તેમનું પ્રવચન વાંચતા હતાં. જ્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યો ટ્રેઝરી બેન્ચો સહિત પાટલી થપથપાવી રહ્યાં હતાં.

જામનગરના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે સૂત્રોચ્ચાર પોકારી નેતાગીરી ઊપાડી હતી. ત્રણથી ચાર મિનિટમાં રાજયપાલે પ્રવચન પૂરૃં કર્યુ હતું.

જય જવાન, જય કિસાનના કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમક સૂત્રોચ્ચાર કરી ગૃહને ગજવી મૂક્યું હતું.

વિધાનસભામાં શોક વ્યક્ત કરાયો

વિશ્વાસને વાયા આપી છે, ઈશ્વર શહીદોને શાંતિ અર્પે

પૂર્વમંત્રી મનોહરસિંહ જાડેજા, પ્રવિણસિંહજી ગોહિલ, જીતુસિંહ પરમાર, પ્રેમજીભાઈ વડલાણી, ભગવાનસિંહજી ચૌહાણ, જ્યંતિલાલ ભાનુશાળીના અવસાન અંગે ગૃહમાં શોકાંજલિ આપી હતી.

શોકદર્શક ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ કાશ્મીરના આતંકવાદી હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. ભાગલા પાડવાની પ્રવૃત્તિ-આતંકી હુમલો માનવતા વિહોણો હતો. જેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તન, મન અને ધનથી સહાય કરી, વિવિધ રાજકીય પક્ષો પણ એકઠાં થયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription