આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

યુવતીને પ્રેમજાળમાં ફસાવી કાનાલુસના શખ્સે ગુજાર્યું પાશવી દુષ્કૃત્યઃ ભારે ચકચાર

જામનગર તા.૬ ઃ લાલપુરના કાનાલુસમાં રહેતા એક શખ્સે ધ્રોલ પંથકમાં વસવાટ કરતી એક યુવતી સાથે પરિચય કેળવ્યા પછી તેણીનું ગયા મહિને અપહરણ કરી લાલપુરના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેણી પર બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યાર પછી નાસી ગયેલા આ શખ્સ સામે આ યુવતીએ લાલપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

લાલપુર તાલુકાના કાનાલુસમાં રહેતો દીપક ચંદુભાઈ સાગઠિયા નામનો શખ્સ થોડા સમય પહેલા યોજાયેલા એક પ્રસંગમાં ધ્રોલ પંથકમાં રહેતી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો ત્યાર પછી પરિચય ઘનિષ્ઠ બનાવી દીપકે પોતાની માયાજાળ વિસ્તારી હતી.

આ શખ્સની વાતોમાં આવી ગયેલી તે યુવતી ગયા મહિનાના મધ્ય ભાગમાં દીપકને મળવા માટે તૈયાર થતા દીપક તેને પોતાના મોટરસાયકલ પર બેસાડી તેણીનું અપહરણ કરી ગયો હતો તેના ગામથી કાનાલુસ લઈ જઈ દીપકે આ યુવતીને એક હોટલમાં રાખી મૂકી હતી જ્યાં એકાદ દિવસ પસાર કર્યા પછી દીપક તે યુવતી સાથે લાલપુર શહેરમાં પહોંચ્યો હતો જ્યાં લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં રૃમ બુક કરાવી દીપક તેણીને લઈ ગયો હતો.

આ સ્થળે તે યુવતી પર દીપકે વારાફરતી બે વખત દુષ્કર્મ ગુજાર્ય્ું હતું તે વેળાએ આ યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા દીપકે અવાજ કરીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી યુવતીને બોલતી બંધ કરી દીધી હતી તે પછી ગેસ્ટ હાઉસમાં આ યુવતીને તરછોડી દીપક નાસી ગયો હતો જ્યાંથી જામનગર સુધી આવેલી આ યુવતીએ વિકાસગૃહમાં આશરો મેળવ્યો હતો ત્યાં બેએક દિવસ સુધી રહેલી યુવતી આખરે પોતાના ઘેર પરત ફરી હતી જ્યાં તેણીએ પોતાના પરિવારને વિતક જણાવતા ગઈકાલે લાલપુર પરિવાર સાથે આવેલી યુવતીએ વિધિવત ફરિયાદ નોંધાવી છે. લાલપુરના પીએસઆઈ ખાંભલાએ આઈપીસી ૩૬૬, ૩૭૬ (ર) (એન), ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધી તે યુવતીનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. આરોપી દીપક સાગઠિયાની હાથ ધરાયેલી શોધખોળ દરમ્યાન આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે જેનું તબીબી પરીક્ષણ કરાવવા ઉપરાંતની કાનૂની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00