સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

ખંભાળીયામાં ગાળો બોલવાની ના પાડતા વેપારી પર નશાખોરનો હુમલો

ખંભાળીયા તા. ૧૫ઃ ખંભાળીયાના એક આસામી પર ગઈકાલે નશાખોર શખ્સે ગાળો બોલવાની ના પાડવાના મુદ્દે હુમલો કરતા તાત્કાલીક દોડેલી પોલીસે નશાખોરની અટકાયત કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે.

ખંભાળીયામાં રામનગર વિસ્તારમાં હાથી પોલી ફેક્ટરી નામથી વ્યવસાય કરતા જીતેષ જેન્તિલાલ હાથી ગઈકાલે ખંભાળીયાના ચાર રસ્તા પાસે આવેલી કલ્યાણ હોટલમાં જમવા માટે ગયા હતાં ત્યારે ત્યાં આવેલા ગોપાલ ગઢવી નામના શખ્સે નશાની હાલતમાં ગાળાગાળી કરતા જીતેષભાઈએ તેને વાર્યો હતો. આથી ઉશ્કેરાયેલા ગોપાલએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ વેળાએ જીતેષભાઈએ મોબાઈલ પર કોલ કરી પોલીસની સહાય માંગતા ખંભાળીયાના ઈન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજા તથા સ્ટાફ દોડી ગયા હતાં. પોલીસે સ્થળ પરથી જ ગોપાલ ગઢવીની અટકાયત કરી લઈ કાનૂની કાર્યવાહી કરી હતી. રઘુવંશી વેપારી પર સામાન્ય બાબતે હુમલો થતા ચર્ચા જાગી છે. પીઆઈ જાડેજાએ આવી રીતે શહેરમાં ક્યાંય પણ લુખ્ખાગીરી થતી હોય તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00