ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

જામનગરની પટેલ કોલોનીમાં લીફ્ટ તથા દીવાલ વચ્ચે ચગદાઈ જતાં બાળકીનું કમકમાટીભર્યું મૃત્યુ

જામનગર તા.૧૧ ઃ જામનગરના પટેલ કોલોની શેરી નં.પમાં આવેલા એક એપાર્ટમેન્ટની લીફટમાં ચોકીદારની છ વર્ષની પુત્રી બીજા માળેથી નીચે ઉતરવા  જતી વખતે ફસાઈ જતાં આ બાળકીનું લીફટ અને દીવાલ વચ્ચે આવી જતાં કમકમાટીભર્યું મૃત્યુ થયું છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી શેરી નં.પ પાસેના જડેશ્વર મહાદેવ મંદિર નજીકના શ્રી રંગ એપાર્ટમેન્ટના બીજા માળે આજે સવારે નવેક વાગ્યે તે એપાર્ટમેન્ટમાં ચોકીદારીનું કામ કરતા ગજેન્દ્રભાઈ સોની તથા કલ્પનાબેન સોની નામના નેપાળી દંપતિની છ વર્ષની પુત્રી પ્રતિમા ત્યાંથી લીફ્ટમાં જવા માટે દરવાજો ખોલી અંદર જવા ગઈ ત્યારે અચાનક જ આ બાળકીનો પગ લપસતા તેણી લીફટ અને બીજા માળની વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ હતી.

આ બાળકીએ બૂમ પાડી તે પહેલા લીફટ શરૃ થઈ નીચેની તરફ ઉતરવા લાગી હતી જેના પગલે પ્રતિમાના પગ લીફટની સાથે પહેલા માળ તરફ ખેંચાયા હતા અને તે બાળકી છેક ડોક સુધી લીફટ અને તે વચ્ચેની જગ્યામાં ફસાઈ હતી, પરંતુ માથું લીફટ અને દીવાલ વચ્ચે આવી ફસાઈ જતાં ભારે કરૃણાંતિકા સર્જાઈ હતી.

આ વેળાએ નીચે રહેલા તેણીના માતા-પિતા પ્રતિમાની ચીસ સાંભળી ઉપર ધસી આવ્યા હતા, પરંતુ તે પહેલા આ બાળકી લીફટ અને દીવાલ વચ્ચેના દબાણના કારણે તરફડિયા મારવા લાગી હતી. આ બાબતની ૧૦૮ તથા ફાયરબ્રિગેડને જાણ કરાતા બન્નેના સ્ટાફ બનતી ત્વરાએ બનાવ સ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ આ બાળકીને બહાર કાઢી લેવા માટે રેસ્કયુ કામગીરી આરંભી હતી તેમ છતાં ગણતરીની મિનિટોમાં આ બાળકીએ દમ તોડી દેતા ભારે ગમગીની પ્રસરી હતી ત્યાર પછી ૧૦૮ મારફતે આ બાળકીને જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી, પરંતુ તબીબોની જહેમત નિષ્ફળ જવા પામી હતી. બનાવની પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00