આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ટીટોડી વાડી પાસેથી સાંપડેલા સળગેલા મૃતદેહની તપાસ માટે ટૂકડીઓની રચના

જામનગર તા.૬ ઃ જામનગરના ટીટોડી વાડી પાસે નદીના પટમાંથી મંગળવારે સાંજે ખારવા સમાજના પૂર્વ પ્રમુખનો સળગાવી દેવાયેલો મૃતદેહ સાંપડયા પછી પોલીસે તેઓના હત્યારાઓની શોધ માટે ચુનંદા સ્ટાફની જુદી જુદી ટૂકડીઓને કામે લગાડી છે અને મૃતકના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવવા સહિતની કાર્યવાહી આરંભી છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલી ટીટોડી વાડી પાસે મંગળવારે બપોર પછીના સમયે મૃતદેહ પાસેથી સાંપડેલા સોનાના ચગદાના આધારે મૃતકનું નામ હરેશભાઈ ડાયાભાઈ તરિયાવાળા હોવાનું બહાર આવ્યું હતું.

ગઈકાલે જામનગરના ખારવા સમાજે તેમની જ્ઞાતિના પૂર્વ પ્રમુખની કોઈ શખ્સોએ નિર્મમ હત્યા નિપજાવી હોય, હત્યારાઓને તાત્કાલિક પકડી પાડી સખત કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી સાથે રેલી યોજી ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને દિવસભર પોતાના કામધંધાના સ્થળો બંધ રાખી આક્રોશ વ્યકત કર્યાે હતો.

હત્યારાઓને પકડી પાડવા માટે તપાસનીશ પીઆઈ કે.કે. બુવળે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ ચુનંદા સ્ટાફની જુદી જુદી ટૂકડીઓ બનાવી અલગ અલગ દિશાઓમાં તપાસના ઘોડા દોડાવ્યા છે. પોલીસે મૃતક યુવાન સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નિવેદન નોંધવા ઉપરાંત આઠેક જેટલા શકમંદોની પૂછપરછ પણ આરંભી છે. પોલીસે મૃતકના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00