રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી સંપન્ન

જામનગર તા. ૧૪ઃ કુપોષણને નાથવાના એક પ્રયાસના ભાગ રૃપે ગુજરાત સરકાર દ્વારા તા.૮.૮.ર૦૧૯ ના દિવસને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અન્વયે જામનગર જિલ્લાની તમામ આંગણવાડી પર આરોગ્ય વિભાગના સહકારથી લાભાર્થી બાળકો અને કિશોરીઓને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામાં આવી હતી. આ સમયે સંજોગોવસાત જો કોઈ લાભાર્થી છૂટી જાય તો તેમના માટે તા. ૧૬.૮.ર૦૧૯ ના મોપ-અપ રાઉન્ડ પણ યોજાનાર છે. જેમાં તેમને આવરી લેવામાં આવશે.

રાષ્ટ્રીય સ્તરે કૃમિએ બાળકોના કુપોષણનું એક મુખ્ય કારણ રહેલું છે. તેના કારણે શારીરિક વિકાસમાં વિક્ષેપ પડે  છે. આથી રાષ્ટ્રીય સ્તરે આ દિવસને કુમિનાશક દિવસ જાહેર કરી અને બાળકોને કૃપષોણમાંથી મુક્તિ આપવાની આ પહેલ કરવામાં આવી છે. જામનગરના આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથ દ્વારા તેમની દેખરેખમાં બાળકોને કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી અને સાથે જ અન્ય બાકી રહેલા લાભાર્થીઓને આગામી તા. ૧૬.૮.ર૦૧૯ ના તેનો લાભ લઈ અને પોતાના બાળક અને સમાજના અન્ય બાળકોને પણ કુપોષણમાંથી મુક્ત કરવા આ ઝુંબેશમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription