સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

કોમન પ્લોટ અંગેની તકરારમાં દાવો નામંજુર કરવાની માગણી રદ

જામનગર તા. ૧પઃ જામનગરના દરેડ સ્થિત જીઆઈડીસી ફેઝ-ટુ માં પર,ર૦પ ચો. ફૂટનો કોમન પ્લોટ ઔદ્યોગિક પ્રદૂષણને કન્ટ્રોલ કરવાના હેતુથી ત્યાં ઝાડ-પાન ઉગાડવા અને સામાન્ય પ્રજાના હિત માટે રિઝર્વ રાખવામાં આવ્યો હોવા છતાં તે કોમન પ્લોટ કઈ રીતે રાજહંસ એલોય પ્રા.લિ.ને એલોટ કરાયો હતો જે પાછળથી રાજહંસ મેટલ પ્રા.લિ.ને ટ્રાન્સફર થયો હતો.

એલોટમેન્ટ તથા ટ્રાન્સફરની પ્રક્રિયા ગેરકાયદે ઠરાવવા માટે પ્લોટ નં. ૩૯૭૩ તેમજ ૪ર૧ર વાળા આસામીઓએ અદાલતમાં દાવો નોંધાવ્યો હતો. જેમાં કોમન પ્લોટમાં થઈ રહેલું બાંધકામ અટકાવવા માટે માગણી કરાઈ હતી. જેની સામે પ્રતિવાદીઓએ આ બાબતે અગાઉ અન્ય પ્લોટ હોલ્ડરોએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હોવાની તકરાર લઈ દાવો રદ કરવાની અરજી આપી હતી.

ઉપરોક્ત મુદ્દે બન્ને પક્ષો વચ્ચે થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે પ્રતિવાદીઓની દાવો રદ કરવાની અરજી ફગાવી દીધી છે. વાદી તરફથી વકીલ હિતેન ભટ્ટ રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00