જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

ધ્રોલના વાડી વિસ્તારમાં યુવાનનો સાંપડ્યો મૃતદેહ

જામનગર તા. ૧૫ઃ ધ્રોલમાં આવેલી એક વાડી નજીકના સરકારી ખરાબામાં ગઈકાલે એક અજાણ્યા યુવાન બાવળની ડાળીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે તેમના મૃતદેહને પીએમમાં ખસેડી ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

ધ્રોલના ખારાવાડ વિસ્તારમાં આવેલી કિશોરભાઈ નાનજીભાઈ શ્રીમાળીની વાડીમાં મજુરી કામ કરતા જોરૃભાઈ વિરજીભાઈ નીનામા ગઈકાલે સવારે દસેક વાગ્યે વાડીમાં કામ પૂર્ણ કર્યા પછી વાડી ફરતે આંટો મારતા હતા ત્યારે તેઓએ વાડીની બાજુમાં જ આવેલા સરકારી ખરાબામાં ઉગી નીકળેલા બાવળીયામાં એક અજાણ્યા પુરૃષને ગળાફાંસો ખાધેલી હાલતમાં નિહાળી વાડીમાલિક કિશોરભાઈને જાણ કરી હતી. ત્યારપછી પોલીસને વાકેફ કરાતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડ્યો હતો.

આ સ્થળેથી પોલીસને અંદાજે બત્રીસેક વર્ષની વયના લાગતા અને જીન્સનું પેન્ટ તથા સફેદ શર્ટ ધારણ કરેલા યુવાન બાવળીયામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતાં. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવ્યા પછી મૃતદેહને કોલ્ડરૃમમાં રખાવવાની તજવીજ હાથ ધરી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription