ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

સોયલ ટોલનાકાની ઓરડીમાંથી ઝડપાયો અંગ્રેજી શરાબનો જથ્થો

જામનગર તા. ૧૫ઃ જામનગરના ધ્રોલ નજીકના સોયલ ટોલનાકાની એક ઓરડીમાં અંગ્રેજી શરાબ રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ત્રાટકેલી પોલીસે ૯૩ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી બે સપ્લાયરના નામ ઓકાવ્યા છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકામાં ફરજ બજાવતો એક શખ્સ અંગ્રેજી શરાબનો જથ્થો મંગાવી તેને ત્યાં આવેલી એક ઓરડીમાં રાખી હેરાફેરી કરતો હોવાની બાતમી પરથી શનિવારે સાંજે ધ્રોલ પોલીસે ટોલનાકા પર દરોડો પાડ્યો હતો.

ત્યાં સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા ધ્રોલના અમન યુસુફ લુલ્લા નામના શખ્સને પોલીસે અટકાયતમાં લઈ તેની ત્યાં આવેલી ઓરડીમાં તપાસ કરતા ઓરડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૯૩ બોટલ નીકળી પડી હતી. પોલીસે રૃા. ૪૬,૫૦૦ની કિંમતનો શરાબનો જથ્થો, હેરાફેરીમાં વપરાતું રૃા. ૨૦,૦૦૦ની કિંમતનું જીજે-૧૦-બીક્યું-૧૭૦૦ નંબરનું મોટરસાયકલ કબજે કરી આરોપી અમન યુસુફની પુછપરછ આદરી કરી હતી. તેમાં તેણે ઉપરોક્ત જથ્થો ધ્રોલના દિવ્યરાજસિંહ કિરીટસિંહ સરવૈયા તથા રાજદીપસિંહ ઘનશ્યાસિંહ સોઢા પાસેથી લીધો હોવાની કબુલાત આપી છે. પોલીસે આ બંને શખ્સોની શોધ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription