હત્યાનો આરોપી મેઘપરમાંથી ઝડપાયો

જામનગર તા. ૧૩ઃ પશ્ચિમ બંગાળના એક ગામમાં નોંધાયેલા હત્યાના ગુન્હાના એક આરોપીના સગડ મેઘપરમાં નીકળતા ત્યાંથી ધસી આવેલી પોલીસે સ્થાનિક પોલીસની મદદથી તેની અટકાયત કરી છે.

પશ્ચિમ બંગાળના બેરખપુરના બેલઘોડીયા પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે હત્યાનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં ઝારખંડ રાજ્યના પંથરોડી ગામના હરીશચંદ્રદાસ ટીકલાલદાસ (ઉ.વ. ૨૩) નામના શખ્સની સંડોવણી ખુલી હતી ત્યારપછી આ શખ્સ પલાયન થઈ ગયો હતો.

ઉપરોક્ત આરોપી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમાં નોકરીની શોધ માટે આવ્યો હોવાની બાતમી બેલઘોડીયાની પોલીસને મળતા ત્યાંથી પોલીસ કાફલો મેઘપર ધસી આવ્યો હતો. તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી મદદની માંગણી કરતા પોલીસે વોચ ગોઠવી ઉપરોક્ત આરોપીને પકડી પાડ્યો છે. આરોપીને લઈને પશ્ચિમ બંગાળની પોલીસ રવાના થઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription