સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

પ્રેમસંબંધ હોય તો આરોપીને જેલમાં ન રાખી શકાયઃ આરોપીની જામીન અરજી મંજૂર

જામનગર તા. ૧૫ઃ જામનગરના એક શખ્સ સામે સગીરાના અપહરણ તથા દુષ્કર્મ ગુજારવા અંગે પોલીસમાં ફરિયાદ થયા પછી જેલ હવાલે થયેલા આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી સામે જ્યારે પ્રેમસંબંધ હોય ત્યારે આરોપીને જેલમાં ન રાખી શકાય તેવી દલીલ કરતા અદાલતે તેને માન્ય રાખી આરોપીની અરજી મંજૂર રાખી છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતી એક સગીરાનું સુરેશ માધુભાઈ શિયાર નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની પોલીસમાં રાવ થતા પોલીસે પોકસો એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.

આ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરી અદાલતમાં આરોપી તેમજ ભોગ બનનાર સગીરાના પ્રેમ સંબંધના ફોટા, તેણીનું પોલીસ સમક્ષનું નિવેદન, તબીબ સમક્ષની હિસ્ટ્ર વિગેરે રજૂ કરી જ્યારે પ્રેમસંબંધ હોય ત્યારે આરોપીને જેલમાં ન રાખી શકાય તેવી દલીલ કરતા અદાલતે આરોપીને રૃા. રપ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ નિતલ ધ્રુવ, અમિત જે. પરમાર, ધર્મેશ કનખરા, કલ્પેશ ફલીયા, આશિષ ફટાણીયા તથા ડી.એમ. જોશી રોકાયાં છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription