ગુજરાતમાં દરિયાઈ માર્ગેથી ઘૂસી શકે છે આતંકવાદીઓઃ આઈબી

નવી દિલ્હી તા.. ૧૪ઃ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાત રાજ્ય પોલીસને એવી બાતમી આપી હતી કે દરિયા માર્ગે પાકિસ્તાની આતંકવાદીઓ કચ્છ સરહદેથી ગુજરાતમાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા છે, માટે સાવધ રહેજો.

ગુજરાતમાં પાકિસ્તાની સરહદ ધરાવતા વિસ્તારોમાં ગુજરાત મરીન અને સીમા સુરક્ષા દળના જવાનો કાર્યરત છે. પૂર્વી કચ્છના એસપી પરીક્ષિત રાઠોડે આપેલી માહિતી મુજબ આતંકવાદીઓ ઘૂસી શકે એવા દરેક સ્થળે અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં  ગુજરાત મરીન અને સરહદી પોલીસના વધુ હથિયારધરી જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. સરહદી ગામોમાં રહેતા ખલાસીઓ અને ખારવાઓને પણ સાવધ કરી દેવામાં આવ્યા છે. તેમને એમ પણ કહી દેવામાં આવ્યું છે કે, કોઈ અજાણી નૌકા કે અજનબી માણસ જોવા મળે તો તરત પોલીસને જાણ કરવી

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription