વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

ગેરકાયદે રેતી ભરેલા ટ્રકના ફોટા તથા સમાચાર પ્રસિદ્ધ કરાતા અખબારના તંત્રીને ટેલિફોનિક ધમકી

જામનગર તા.૧૧ ઃ જામનગરમાં અખબાર ચલાવતા એક વ્યક્તિને તેના અખબારમાં ગેરકાયદે રેતી સાથે પકડાયેલા ટ્રકના ફોટા તથા સમાચાર પ્રસિદ્ધ કરવા અંગે એક શખ્સે મોબાઈલ પર કોલ કરી દંડની રકમ ભરી આપવા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર જાગી છે. પોલીસે તંત્રીની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ન્યુ જેલ રોડ પર રહેતા અને ગ્રેવીટી નામનું અખબાર ચલાવતા કપિલ અરવિંદભાઈ જોઈસરે બુધવારે અલિયાબાડા પાસે ખાણખનીજ ખાતાએ પકડેલા ગેરકાયદે રેતીવાળા ડમ્પર અંગેની વિગતો એકઠી કરી તેને ફોટા સાથે ગઈકાલે પોતાના અખબારમાં પ્રસિદ્ધ કરી હતી. ત્યાર પછી ગઈકાલે સાંજે તેમના મોબાઈલ પર ૯૯૭૯૪ ૦૯૪૦૮ નંબરના મોબાઈલમાંથી કોલ આવ્યો હતો જેમાં સામા છેડે રહેલા એક શખ્સે તે તારા છાપામાં મારા ટ્રકના ફોટા છાપ્યા છે તો હવે મારા ટ્રકનો જે દંડ ભરવાનો આવે તે દંડ તારે ભરવો પડશે, નહીં તો તને પતાવી દઈશ તેવી ધમકી આપતા કપિલ જોઈસરે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એમ.પી. ચાવડાએ અખબારના તંત્રીની ફરિયાદ પરથી આઈપીસી ૫૦૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00