સ્પષ્ટ નીતિ સાથે સાચી દિશામાં ઊઠાવ્યા કદમઃ કિસાનથી કાશ્મીર સુધી કર્યું કામઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી તા. ૧૪ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી ઈનિંગના ૭પ દિવસના કામનું સરવૈયુ રજૂ કરતા કહ્યું હતું કે, સ્પષ્ટ નીતિ સાથે સાચી દિશામાં સરકાર કામ કરી રહી છે. તેમણે ૭પ દિવસમાં ટપ સિદ્ધિઓ મેળવી હોવાનો દાવો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર સરકારના ૭પ દિવસનો કાર્યક્રમ પૂરા થવાના પ્રસંગે જણાવ્યું છે કે, અમારી સરકારે પ્રારંભના દિવસોમાં જ પણ કામ કર્યુંછે. જમ્મુ-કાશ્મીરથી લઈને ચંદ્રયાન-ર મોકલવા સુધીના કાર્યો નીપટાવ્યા. અમે સ્પષ્ટ નીતિ સાથે આગળ વધીએ છીએ. લોકતંત્રમાં જનસમર્થનથી દરેક લક્ષ્ય હાંસીલ કરી શકાય છે.

મોદીએ પોતાના બીજા કાર્યકાળના ૭પ દિવસનું સરવૈયુ રજૂ કર્યું છે. સામાન્ય રીતે સરાકર પોતાનું રિપોર્ટ કાર્ડ ૧૦૦ દિવસમાં રજૂ કરતી હોય છે. તેમણે સરકારે અત્યાર સુધીના કામોને ખૂબ સારા ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સરકારે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં કામ કરતા કાશ્મીરથી લઈને કિસાન માટે સારા કામો કર્યા છે. વડાપ્રધાન મોદીએ ન્યૂઝ એજન્સી અઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અમે સરકાર બનાવ્યાના થોડા દિવસોમાં જ અભૂતપૂર્વ ઝડપ મેળવી લીધી હતી. અમે જે મેળવ્યું છે તે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં કામ કરવાનું પરિણામ છે. અમારી સરકારે શરૃઆતના ૭પ દિવસમાં જ ઘણાં કામો કરી નાખ્યા છે. સરકારે મીશન મોડ પર જળશક્તિ મંત્રાલય બનાવવાથી લઈને હાલ સૌથી વધારે જરૃરી હોય તેવા મુદ્દાઓનું સમાધાન લાવવા સાથે શરૃઆત કરી છે.

તેમણે કહ્યું કે સરકાર જંગી બહુમતિથી પરત ફરવા સારા કામ કરી શકે છે. સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જે મજબૂત ઈમારત બનાવી હતી તેનું જ પરિણામ છે કે સરકાર ૭પ દિવસમાં સારા કામ કરી શકી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા સેંકડો સુધારાઓને કારણે દેશ આજે આ ગતિથી આગળ વધી રહ્યો છે. સરકારના કામો સાથે દેશની ભાવના અને કામો જોડાયેલા છે. આ ફક્ત સરકારને કારણે નહીં, પરંતુ સંસદમાં સરકાર મજબૂત હોવાને લીધે થાય છે.

પોતાના બીજા કાર્યકાળના ૭પ દિવસ પૂરા થવા પર અત્યાર સુધીના કામકાજને શાનદાર ગણાવતા મોદીએ પોતાના બીજા કાર્યકાળની ઉપલબ્ધિઓ વર્ણવતા કહ્યું કે, સરકાર 'સ્પષ્ટ નીતિ, યોગ્ય દિશા' પર ચાલી રહી છે અને ખેડૂતોથી લઈને કાશ્મીર સુધી તમામ પર કામ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ને હટાવીને વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી ઈન્ટરવ્યૂ આપતા તેનું મહત્ત્વ વધી ગયું છે.

તેમણે કહ્યું કે, 'આપણે અત્યાર સુધી જે પણ મેળવ્યું છે કે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશાનું પરિણામ છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, શરૃઆતના ૭પ દિવસમાં અમારી સરકારમાં ઘણું બધું થયું છે. બાળકોની સુરક્ષાથી લઈને ચંદ્રયાન-ર સુધી. ભ્રષ્ટાચાર સામે એક્શનથી લઈને મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકના અભિશાપથી મુક્ત કરાવવા સુધી સામેલ છે.'

પોતાની સરકારના બીજા કાર્યકાળના ૭પ માં દિવસે આઈએએનએસની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાત કરી. સરકારે વિવાદાસ્પદ કલમ ૩૭૦ અને કલમ ૩પ-એ ને વ્યવસ્થિત અને અવરોધ વગર સફળતાપૂર્વક હટાવી તેનાથી ના ફક્ત પાકિસ્તાનની આંખો ફાટી ગઈ, પરંતુ તેણે પોતાનું સંતુલન ગુમાવી દીધું. સામાન્ય રીતે પ્રત્યેક સરકાર પોતાનું રિપોર્ટ કાર્ડ શરૃઆતના ૧૦૦ દિવસ પર સામે રખે છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે ૭પ દિવસ પર જ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે.

ન્યૂઝ એજન્સી દ્વારા પીએમ મોદીને શરૃઆતમાં જ પૂછવામાં આવ્યું કે તેમનો બીજો કાર્યકાળ આખરે કઈ રીતે અલગ છે? પ્રધાનમંત્રી મોદીએ સીધો જવાબ આપતા કહ્યું કે, 'અમે અમારી સરકાર બનતાના થોડાક દિવસોની અંદર એક શાનદાર ગતિ નક્કી કરી. આપણે જે મેળવ્યું છે તે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશાનું પરિણામ છે. અમારી સરકારના પ્રથમ ૭પ દિવસની અંદર જ ઘણી બધી ચીજો થઈ. બાળકોની સુરક્ષાથી લઈને ચંદ્રયાન-ર, ભ્રષ્ટાચારની સામે કાર્યવાહીથી લઈને મુસ્લિમ મહિલાઓને ૩ તલાક જેવી કુરીતિથી બચાવવી, કાશ્મીરથી લઈને ખેડૂત સુધી અમે એ બધું કરી બતાવ્યું જે એક સ્પષ્ટ બહુમતવાળી દૃઢ સંકલ્પવાળી સરકાર કરી મેળવી શકે છે.'

વડાપ્રધાને કહ્યું કે, અમે પાણીનો પુરવઠો સુધારવા અને જળ સંરક્ષણ માટેના એકીકૃત દૃષ્ટિકોણ અને એક મિશન મોડ માટે જલશક્તિ મંત્રાલયના ગઠનની સાથે અમારા સમયના સર્વાધિક જરૃરી મુદ્દાઓ નિવારવાની શરૃઆત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, એક રીતે સરકારનું જે જોરદાર રીતે સત્તામાં પુનરાગમન થયું તેનું પણ આ પરિણામ છે. અમે આ ટપ દિવસમાં જે મેળવ્યું છે,  એ આ મજબૂત પાયાનું પરિણામ છે. જે અમે ગત્ પાંચ વર્ષમાં બનાવ્યા હતાં. ગત્ પ વર્ષમાં કરવામાં આવેલા સેંકડો સુધારાઓના કારણે દેશ આજે આ ઝડપથી આગળ વધવા માટે તૈયાર છે. આમાં જનતાની આકાંક્ષાઓ જોડાયેલી છે. આ ફક્ત સરકારના કારણે નહીં, પરંતુ સંસદમાં મજબૂતીના કારણે પણ થયું. ૧૭ મી લોકસભાના પ્રથમ સત્રએ રેકોર્ડ બનાવ્યો છે. આ ૧૯પર થી લઈને અત્યાર સુધીનું સૌથી સફળ સત્ર રહ્યું છે. મારી નજરમાં આ નાની ઉપલબ્ધિ નથી, પરંતુ આ એક ઐતિહાસિક પડાવ છે, જેણે સંસદને જનતાની જરૃરિયાતો પ્રત્યે વધારે જવાબદાર બનાવી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription