કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલા સ્વાઈન ફ્લૂના આતંકને તો ખતમ કરો...!

જામનગર તા. ર૬ઃ જામનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્વાઈન ફ્લૂના રોગચાળાએ ખતરનાક ભરડો લીધો છે, અને નિયમિત રીતે એક-બે દર્દીઓ સ્વાઈન ફ્લૂના કારણે મરણ પામી રહ્યા છે.

સ્વાઈન ફ્લૂ રોગચાળો આટલો વ્યાપક રીતે ફેલાઈ કઈ રીતે રહ્યો છે, તે અંગે સરકારે ક્યારેય ચિંતા કે દરકાર કરી હોય તેમ જણાતું  જ નહીં. એટલું જ નહીં સ્વાઈ ફલૂના પરીક્ષણ અને તેના રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સારવારમાં પણ કોઈને કોઈ કચાશ રહેતી હોય તેમ સારવાર લઈ રહેલા દર્દીના પણ મરણ થઈ રહ્યા છે.

દેશના સીમાડાઓ પરના આતંકવાદને ખતમ કરવા ભારતીય સેના અને કેન્દ્ર સરકાર સતત આકરા પગલાં લઈ રહી છે. પરિણામે આતંકવાદીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે., આતંકવાદી અડ્ડાઓ પર સર્જીકલ સ્ટ્રાઈક થઈ રહી છે. આમ આતંકવાદનો ખાત્મો કરવામાં ભારતને મહત્ત્વપૂર્ણ સફળતા મળી રહે છે.

આવા સંજોગોમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં આતંકવાદ અને પાકિસ્તાનની આડોડાઈના મુદ્દાને ઉછાળી જોર શોરથી સરકારની બહાદુરીના ગુણગાન ગાઈ રહ્યા છે. પણ સી.એમ. સાહેબ તમારા ગુજરાતમાં જ આ સ્વાઈન ફ્લૂના આતંકમાં અનેક નિર્દાેષ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે સ્વાઈન ફ્લૂના આતંકને ખતમ કરવા હવે શું કર્યું અને શું કરી રહ્યા છો. તેનો જવાબ જનતા માંગી રહી છે...!

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે સરકારી દવાખાના-હોસ્પિટલોમાં સ્ટાફની અછત, અપૂરો દવાનો જથ્થો, સાધનોની અછત વગેરેના કારણે ખાનગી દવાખાના-હોસ્પિટલોમાં ના છૂટકે દર્દીઓને મરણમૂડી ખર્ચીને સારવાર કરાવવી પડે છે. કમસે કમ સ્વાઈ ફ્લૂ, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા રોગચાળાને ડામી દેવા સરકારે ચોક્કસ પગલાં ભરવાની જરૃર છે. બાકી તો ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકાઓને તેમજ આરોગ્ય કેન્દ્રોને મનઘડત રીતે થયેલા સ્વચ્છતા અને સેવા અંગે સર્વેક્ષણોમાં ઉચ્ચ ગુણાંકો આપીને એવોર્ડ આપવામાં આવી રહ્યા છે અને તેની વાહ... વાહ... થઈ રહી છે...!!

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription