કાશ્મીરમાં પ્રતિબંધો મુદ્દે હસ્તક્ષેપ કરવાનો સુપ્રિમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હી તા. ૧૩ઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૧૪૪ હટાવવા અને ઈન્ટરનેટ-ફોન સેવા તત્કાળ શરૃ કરવા તહસીન પૂનાવાલાએ કરેલી અરજીના સંદર્ભે સુપ્રિમ કોર્ટે હસ્તેક્ષપ કરવાનો ઈન્કાર કર્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા પછી કરફ્યૂ અને કલમ-૧૪૪ લાગુ કરીને ઈન્ટરનેટ તથા ફોન સેવા પર પ્રતિબંધો સરકારે લગાવ્યા છે જે હટાવી લેવા માટે તહસીન પૂનાવાલાએ કરેલી અરજીની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે આ મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે.

મીડિયા અહેવાલો મુજબ સુપ્રિમ કોર્ટે એડવોકેટ જનરલને કેટલાક સવાલો પૂછ્યા હતાં, અને તેના જવાબો સાંભળ્યા પછી અદાલતે કહ્યું કે, આ મામલો અતિશય સંવેદનશીલ છે. સરકારને સ્થિતિ થાળે પાડવા સમય આપવો જોઈએ.  રાતોરાત સ્થિતિ સામાન્ય થઈ શકે નહીં. આ પ્રતિબંધો હટાવી લીધા પછી કોઈ અનિચ્છનિય ઘટના બને તો જવાબદારી કોણ લેશે? તેવો સવાલ પણ ઊઠાવાયો હતો. અદાલતે કહ્યું કે, આપણે સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ, કોઈ નથી જાણતું કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. સરકારને આ મુદ્દે સમય આપીને તેના પર ભરોસો રાખવો પડશે.

એ પહેલા એ.જી.એ અદાલતને જણાવ્યું કે સરકાર પરિસ્થિતિ થાળે પાડવા અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા પ્રબંધો કરી રહી છે, અને ઝડપભેર સ્થિતિ સામાન્ય થઈ જાય તેવા પ્રયાસો કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ અને કર્ફયુ હટાવવા તથા મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા શરૃ કરવાની માંગણી સામે તહસીન પૂનાવાલાએ સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી જે અંગે ન્યાયમૂર્તિ અરૃણ મિશ્ર,, એમ.આર. શાહ અને અજય રસ્તોગીની પીઠે પૂનાવાલાની અરજી પર સુનાવણી કરી હતી. ઉપરાંત કાશ્મીર ટાઈમ્સના કાર્યકારી એડિટર અનુરાધા ભસીને પણ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી કલમ - ૩૭૦ સમાપ્ત થયા બાદ પત્રકારો પર લગાવવામાં આવેલા અંકુશને સમાપ્ત કરવાની માંગણી કરી હતી. તહસીન પૂનાવાલાની અરજીમાં જમ્મુ-કાશ્મીરમાં કરફયુ અને કલમ-૧૪૪ હટાવવા તથા મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ ફરીથી શરૃ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે-સાથે અરજીમાં અટકાયત કરાયેલા નેતાઓને પણ તુરંત છોડી દેવાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે આગળની સુનાવણી બે સપ્તાહ પછી થશે, તેમ જાણવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription