ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

સુપ્રિમ કોર્ટે 'ચોકીદાર ચોર હૈ'ના નિવેદન અંગે રાહુલ ગાંધીને પાઠવી નોટીસ

નવી દિલ્હી તા. ૧પઃ સુપ્રિમ કોર્ટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને 'ચોકીદાર ચોર હૈ'ના સુપ્રિમ કોર્ટને સાંકળીને કરાયેલા નિવેદન અંગે નોટીસ પાઠવીને તા. રર મી સુધીમાં ખુલાસો માંગ્યો છે.

રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર હુમલો કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધવાની શક્યતા છે. 'ચોકીદાર ચોર છે'ના નિવેદન પર સુપ્રિમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષને નોટીસ પાઠવી છે. રાહુલ ગાંધી સામે કોર્ટની અવગણના કરવા માટે આ નોટીસ જાહેર કરવામાં આવી છે.

આ કેસની આગામી સુનાવણી ર૩ એપ્રિલે થવાની છે. તા. રર મી સુધીમાં રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટને જવાબ આપવો પડશે. નોંધનીય છે કે, બીજેપી નેતા મીનાક્ષી લેખીએ સુપ્રિમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરૃદ્ધ અરજી દાખલ કરી હતી. આજે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી.

આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્વીકાર્યું છે કે, અમે આવું કોઈ નિવેદન આપ્યું નથી. અમે આ મામલે ખુલાસો માંગીશું. કોર્ટે કહ્યું કે, અમે તે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જે પણ વિચાર કોર્ટ વિશે મીડિયામાં કહેવામાં આવ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટા છે. આ મામલે અમે સંપૂર્ણપણે ખુલાસો માંગીએ છીએ. અમને આશા છે કે રાહુલ ગાંધી આ વિશે ખુલાસો કરશે.

રાહુલ ગાંધી પર કોર્ટના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ છે. આરોપ મુજબ રાહુલે એક નિવેદનમાં કહ્યું કે ચોકીદાર ચોર છે તેવું સુપ્રિમ કોર્ટે સ્વીકાર્યું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેંચે કહ્યું છે કે, કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૃદ્ધ કોઈ જ ટિપ્પણી કરી નથી.

અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધી વિરૃદ્ધ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટનો અનાદર)માં અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે રાફેલ મામલે ગોપનીય દસ્તાવેજને પણ ચર્ચાનો ભાગ બનાવવાના સુપ્રિમ કોર્ટના આદેશની કોંગ્રેસ અધ્યક્ષે ખોટી રીતે રજૂઆત કરી છે. મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે 'ચોકીદાર ચોર હૈ'ના પોતાના નિવેદનને સુપ્રિમ કોર્ટના નિવેદનની જેમ રજૂ કર્યું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription