રણછોડદાસ બાપુ આશ્રમ હોસ્પિટલ દ્વારા મોતિયાના ઓપરેશનનો સુપર મેગા કેમ્પ

જામનગર તા. ૧૪ઃ શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ આઁખની હોસ્પિટલ રાજકોટ દ્વારા તા. ૧પ/૮ ને ગરુવારે સવારે ૧૦ થી ૧ર દરમિયાન શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, પટેલ કોલોની, જામનગરમાં તેમજ તા. ૧૬/૮ ને  શુક્રવારે સવારે ૧૦ થી ૧ર દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, નેશનલ હાઈસ્કૂલ, ખંભાળિયા ગેઈટ પાસે, જામનગરમાં આઁખના મોતિયાના ઓપરેશનના ફ્રી સુપર મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને કેમ્પ પૂરો થયા પછી નાસ્તો-ભોજન કરાવી રાજકોટ શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ લઈ જવામાં આવશે. ત્યાં દર્દીનું ઓપરેશન કરી પરત જામનગર લાવવામાં આવશે. દર્દીના ઓપરેશન, ટીપાં, ચશ્મા, ભોજન, રહેઠાણ રાજકોટ-જામનગર આવવા-જવાની વ્યવસ્થા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription