આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ડિસેમ્બરમાં ર૧ અને ર૬ના બેંકોમાં હડતાલઃ બેંકીંગ સેવાઓ ખોરવાશે

નવી દિલ્હી તા. ૬ઃ ડિસેમ્બરમાં તા. ર૧ અને તા. ર૬ ના બેંકોમાં હડતાલનું એલાન થયું હોવાથી બેંકીંગ સેવાઓ ખોરવાઈ જશે.

આગામી ર૬ ડિસેમ્બરે બેંકોએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું છે જ્યારે બેંક ઓફિસરોના યુનિયનને ર૧ ડિસેમ્બરે પણ બેંકો બંધ રાખવાની ચિમકી આપી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ક્રિસમસની રજા પણ આવી રહી છે. આથી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બેંકના બધા જ કામકાજ ખોરવાઈ જવાની શક્યતા છે.

ધ ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને જણાવ્યું કે ક્લાસ ૪ અને તે ઉપરના અધિકારીઓએ પગારના સેટલમેન્ટમાં અવગણાયા હોવાથી તેના વિરોધમાં ર૧ ડિસેમ્બરે હડતાલ પાડવાની છે. ર૧ ડિસેમ્બરે શુક્રવાર છે. આથી ર૬ ડિસેમ્બર સુધી બેંકના કામકાજ ખોરવાય તેવી શક્યતા છે. માત્ર ર૪ ડિસેમ્બર સોમવારે બેંકો ચાલુ રહેશે. રર ડિસેમ્બરે બીજો શનિવાર હોવાથી બેંકો બંધ રહેવાની છે.

કોન્ફેડરેશને હડતાલની નોટીસમાં જણાવ્યું, 'અમે સ્કેલ ૧ થી ૬ ના ઓફિસરો માટે પગાર વધારાનો સંપૂર્ણ અધિકૃત આદેશ ઈચ્છીએ છીએ.' આ લેટરની કોપી દિલ્હીના ચીફ લેબર કમિશનરને પણ આપવામાં આવી હતી. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ) હેઠળ નવ બેંક એસોસિએશન કામ કરે છે. યુએફબીયુ એ ર૬ ડિસેમ્બરે પગારના સેટલમેન્ટ અને બેંકના મર્જર વિરૃદ્ધ હડતાલની ઘોષણા કરી છે.

યુએફબીયુ એ ઈન્ડિયન બેંક્સ એસોસિએશનની ૮ ટકા પગાર વધારાની ઓફર ઠુકરાવી દીધી હતી. એસોસિએશને સ્કેલ ૧ થી સ્કેલ ૩ ના અધિકારીઓને સેટલમેન્ટ આપવાની તૈયારી દર્શાવી હતી અને સકેલ ૪ પછીના અધિકારીઓ માટે બેંક મુજબ પગાર વધારો આપવાની ઓફર કરી હતી. એઆઈબીઓસી જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ જણાવ્યું કે ૧૯૭૯ થી સ્કેલ ૧ થી સ્કેલ ૬ ના મેનેજરનો સાથે પગાર કરાય છે. આઈબીએ એ મોટાભાગના બેંક કર્મચારીઓએ આ માટે સહમતિ નથી આપી એ વાતને અવગણી છે, જેની સામે અમારો વિરોધ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00