પાર્ક કોલોનીમાં સ્ટ્રીટ લાઈટ પંદર દિવસ સુધી બંધઃ સિનિયર સિટીઝનની અનેક ફરિયાદો અને ધક્કા પછી પણ લાઈટ બંધ...!

જામગનર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકાની લાઈટ શાખાની ઘોર નિષ્ક્રિયતા અને મ્યુનિ. કમિશ્નર સહિતના અધિકારીઓની એકબીજાને ખો દેવાની વૃતિના કારણે મ્યુનિ. કમિશ્નર ખૂદ જે વિસ્તારમાં રહે છે તેવા પાર્ક કોલોની વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. આ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા આ વિસ્તારના દિલીપભાઈ જસાણી નામના સિનિયર સિટિઝને તા. ર૭-જુલાઈથી પંદર-પંદર દિવસ સુધી લાઈટ શાખા, સંબંધિત અધિકારીઓ, કોર્પોરેટર અને મ્યુનિ. કમિશ્નર સુધી ફોન પર, લેખિતમાં અનેક વખત અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને મનપાના લાઈટ શાખાના અંધેર તંત્રના કારણે આ અરજદારના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટની સ્થિતિ પ્રવર્તે છે.

તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાના લેન્ડ લાઈનના ફોન તેમજ લાઈટ શાખાના અધિકારીના મોબાઈલ ફોન ઉપાડવામાં જ આવ્યા નહીં. કોર્પોરેટરને રજૂઆત કરી તો તેમણે એક અધિકારીને મળવા જણાવ્યું. તેમને મળ્યા તો એકાદ દિવસમાં થઈ જશે તેવો જવાબ આપ્યો. મ્યુનિ. કમિશ્નર તો મળ્યા જ નહી... પણ તેમના પી.એ. દ્વારા પણ થઈ જશે જેવો રૃટીન જવાબ મળ્યો. આમ સમગ્ર રીતે એક સિનિયર સિટીઝનની છેલ્લા પંદર-પંદર દિવસથી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવા ધક્કા ખાઈ રહ્યાં છે, પણ સમસ્યા યથાવત છે. તેમણે રજૂઆતમાં મનપાના અધિકારીઓને સ્થળની રૃબરૃ મુલાકાત લેવા અને સત્વરે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવા માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription