૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. ૧૧ તેમજ ધો. ૧૨ના ૩૧૬ વર્ગો મંજુરઃ આનંદની લાગણી

ખંભાળીયા તા. ૭ઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચ અભ્યાસમાં ધો. ૧૧-૧૨ના વર્ગો ૩૧૬ મંજુર થતાં વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં આનંદ સાથે રાહતની લાગણી ફેલાઈ છે.

પૂર્વ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી પાછતર વી.કે. પરમાર શાળામાં ધો. ૧૧નો નવો વર્ગ મંજુર થયો છે. જે માટે શાળાના નિવૃત્ત આચાર્ય રમેશભાઈ ભટ્ટે પણ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત શિવા તાલુકા ભાણવડ ગામે પણ ધો. ૧૧નો નવો વર્ગ મંજુર થયો છે જ્યારે ખંભાળીયા પૂર્વ મંત્રી જેસાભાઈ ગોરીયાની શિવમ્ ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ ધો. ૧૧નો નવો વર્ગ મંજુર થયો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઉચ્ચ અભ્યાસની સવલતો વધતા આનંદની લાગણી ફેલાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00